સાવધાન ગુજરાતીઓ : રાજ્યમાં આજે કોરોનાના નવા 8920 કેસ નોંધાયા, 94 મોત

  • April 17, 2021 06:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓનો આંક વધી રહ્યો છે કોરોના ના વધતા જતા કહેર ને રોકવા માટે આરોગ્ય કર્મચારીઓ અને તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ ઘટવાનું નામ લેતા નથી ત્યારે હવે દરેક વ્યક્તિએ કોરાનાના કેસ ઘટાડવા માટે વ્યક્તિગત પ્રયત્ન કરવો જ પડશે. સાવધાની જ હવે સૌથી મોટું શસ્ત્ર છે.

 

 

રાજ્યમાં વધી રહેલા કોરોનાના આંકડાઓ ફરીથી ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 8920  કેસ નવા નોંધાયા છે.  જ્યારે 3387 દર્દીઓ સ્વસ્થ થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં 94 દર્દીનું મોત થયું છે. અને 283  દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 329781  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 5170 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 49737 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 85.73  ટકા થયો છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS