આદર્શ સ્મશાનગૃહના નવનિયુકત પદાધિકારીઓ અને આર્યસમાજના દાતાઓનું સાંસદ પુનમબેન માડમ દ્વારા સન્માન

  • July 09, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વિશ્ર્વ વિખ્યાત આદર્શ સ્મશાનની વ્યવસ્થાપક સમિતિમાં નવા વરાયેલ પદાધિકારીઓ કે જેઓ આર્યસમાજ જામનગરના પણ સદસ્યો છે. તેવા પ્રમુખ તરીકેવરાયેલા દીપકભાઇ જયંતિલાલ ઠક્કર, ઉપપ્રમુખ વિજયભાઇ પ્રવિણચંદ્ર ચૌહાણ, માનદમંત્રી દર્શનભાઇ જગદીશચંદ્ર ઠક્કર, ઉપમંત્રી નરેન્દ્રભાઇ છગનલાલ મહેતા, કારોબારી સદસ્યો મહેશભાઇ ભાણજીભાઇ રામાણી, વિશ્ર્વાસભાઇ જગદીશચંદ્ર ઠક્કર, ધવલભાઇ ધીરુભાઇ બરછાનું માનનીય સાંસદ પુનમબેન માડમ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.

સાંસદ પુનમબેન માડમે કોરોના મહામારી દરમ્યાન જામનગરના આદર્શન સ્મશાન ના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી. તદઉપરાંત ડીલકસ ઓટો (હાલ વડોદરા) વાળા રમેશભાઇ કપુરીયા (પટેલ) તરફથી ઓકિસજન સીલીન્ડર, પેશન્ટ બેડ અને એરબેડ માટે ા. 51000નું અનુદાન અને આર્યસમાજ જામનગરના સદસ્ય ડો. ધીરુભાઇ ભટ્ટ તરફથી ા. 38000ની કિંમતના પ્રાપ્ત થયેલ ઓકિસજન સીલીન્ડરો માટે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS