લાલપુર અને જોડિયામાં નવ જુગારીની ધરપકડ

  • August 05, 2021 11:08 AM 

લાલપુર તાલુકાના મોટા ખડબા ગામ માં આવેલ શાળા સામેના સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મોટા ખડબા ગામના સુરપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ નાથુભા જાડેજા, યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા, મૂળુભા બાલુભા જાડેજા, ખુમાનસિંહ જટુભા જાડેજા, અને રોકડ રકમ 3220 સાથે પકડી લીધા હતા, જ્યારે હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા, નિકુળ સિંહ ભીમભા જાડેજા, હરદીપસિંહ ગુલાબ સિંહ જાડેજા નામના શખ્સો ફરાર થઈ ગયા હતા.

બીજા દરોડામાં જોડિયાના મફતિયાપરામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રફીક ઇસાક જામ, વલી ઇસાક જામ, ફરી સીદીક નાધીયા, કરીમ હાસમ સામતણી ને પોલીસે રોકડ રૂપિયા 3220 અને ગંજી પત્તા સાથે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS