મહાશિવરાત્રીના મેળા દરમિયાન ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી પ્રવેશબંધી

  • March 06, 2021 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે જાહેર જનતા માટે મહાશિવરાત્રી મેળો યોજાનાર નથી. પરંતુ સાધુ સંતોની મર્યાદીત હાજરીમાં પરંપરાગત વિધીઓ થનાર છે. જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે તથા કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા માટે ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી લોકોની અવર જવર તેમજ પ્રવેશ ઉપર તાકીદના સંજોગોમાં પ્રતિબંધ મુકવા માટે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૪૩(૧) મુજબ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરનામું  કાયમી  ધોરણે વસવાટ કરતા લોકો/ વ્યકિતઓને આવશ્યક/જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા/મુકવાના કારણોસર કરવી પરતી અવર/જવર પર લાગુ પડશે નહિ. આવા વ્યકિતઓએ આ વિસ્તારમાં રહેતા હોવાના આધાર/ પુરાવાઓ સાથે રાખવાના રહેશે. અને બીનજરૂરી અવર/જવાર ટાળવાની રહેશે. તેમજ સરકારી તેમજ પાસ મેળવનાર ને આ જાહેરનામુ લાગુ પડશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS