ડ્રાઇવિંગ લાઇસન્સ, RC માટે RTO નથી જવાની જરૂર, હવે ઘરે બેઠા મેળવો આ 18 સુવિધા

  • March 06, 2021 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાઇસન્સ કઢાવવા માટે પહેલા RTO જવું જરૂરી હતું પરંતુ હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આરટીઓ જવાની જરૂર રહેશે નહીં. RTO સંબંધિત 18 સેવાઓ હવે ઓનલાઈન પ્રાપ્ત થવાની સુવિધા થઈ ગઈ છે, બહાર પડેલી એક નવી સૂચના અનુસાર  RTO તરફથી આપવામાં આવતી ઘણી મહત્વપૂર્ણ સેવાઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, નાગરિકોને સુવિધાજનક અને મુશ્કેલી વિનાની સેવાઓ પૂરી પાડવા માટે મંત્રાલય નાગરિકોને અમલીકરણ એજન્સીઓ દ્વારા સંપર્ક રહિત સેવાઓનો લાભ મેળવવા માટે તેમજ આધારની જરૂરીયાતો વિશે જણાવવા માટે અને મીડિયા અને વ્યક્તિગત નોટીસ દ્વારા વ્યાપક પ્રચાર માટેની બધી આવશ્યક વ્યવસ્થા પૂરી પાડશે. 

આધારથી ડ્રાઇવિંગ લાઇસન્સ,RCને લિંક કરવાનું રહેશે
સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ અને કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને આધાર સાથે લિંક કરવાનું કહ્યું છે. આ પછી હવે આધાર વેરિફિકેશન દ્વારા ઓનલાઇન સર્વિસ લાભ મેળવી શકાય છે. સરકારના આ પગલાથી લોકોને આરટીતમે મેળવી શકો છો. લોકો આધાર-લિંક્ડ વેરિફિકેશનથી ઘરે બેઠાં અનેક સેવાઓનો લાભ મેળવી શકશો.

આ 18 સેવાઓ થઈ ઓનલાઈન 
આધાર લિંક્ડ વેરિફિકેશન દ્વારા 18 સુવિધાઓ ઓનલાઇન કરવામાં આવી છે જેનો તમે લાભ લઇ શકો છો. આમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સનું ઈન્યૂઅલ, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનની આરસીમાં સરનામાંમાં ફેરફાર, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ, લાઇસન્સથી વાહનની શ્રેણીને સરેન્ડર કરવું, કામચલાઉ વાહન નોંધણી. સંપૂર્ણ બિલ્ટ બોડીઝવાળા મોટર વાહનોની નોંધણી માટે એપ્લિકેશન સેવાઓનો તમે ઓનલાઈન લાભ લઇ શકશો.  


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS