સૌરાષ્ટ્રના કોઇ દર્દી મહેરબાની કરીને જામનગર આવે નહીં : કલેકટર

  • April 21, 2021 01:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી કોવિડ હોસ્પીટલની બહાર એમ્બ્યુલન્સની કતારો લાગી છે : પ્લીઝ અમને મદદ કરો અને કમ સે કમ ચાર-પાંચ દિવસ સુધી અન્ય જીલ્લાના કોઇ દર્દી જામનગર આવો નહીં

કોરોનાના ફાટી ચુકેલા જવાળામુખી પર જામનગર બેઠું છે અને આરોગ્યનું એવું ભયંકર સંકટ આવ્યું છે, મહામારીની એવી કટોકટી આવી છે જેની કોઇએ કલ્પના કરી ન હતી, ગઇ સાંજે જામનગરના જીલ્લા કલેકટર રવિશંકરે પોતે એવી અપીલ કરી છે કે મહેરબાની કરીને સૌરાષ્ટ્રના કોઇ દર્દી જામનગર આવે નહીં, અહીં એક પણ બેડ હાલમાં ઉપલબ્ધ નથી અને આ પડકારજનક પરિસ્થીતીમાં બીજા જીલ્લાના દર્દીઓ પણ અમને સાથ સહકાર આપે.

સરકારી કોવિડ હોસ્પીટલમાં છેલ્લા ચાર, પાંચ દિવસથી કોઇ બેડ ખાલી નથી, દર્દીઓને કયાં સારવાર આપવી તે સમજાતું નથી, ગઇ સાંજે 6-03 મિનીટે કલેકટરે જાહેર કર્યુ હતું કે અમે અપીલ કરીએ છીએ કે જામનગરમાં તમામ બેડ ફુલ થઇ ગયા છે, 1232 બેડની હોસ્પીટલ છે, બે હજાર જેટલા દર્દીઓ છે, 60 થી વધુ એમ્બ્યુલન્સ કતારમાં ઉભી છે, હોસ્પીટલ દર્દીને દાખલ કરવાની સ્થીતીમાં નથી, દર ત્રણ કે પાંચ મિનીટે એક રાજકોટ અને મોરબીથી એક એમ્બ્યુલન્સ આવી રહી છે.

એમણે કહયુ હતું કે ચારેક દિવસમાં અમે વધુ દર્દીઓને જગ્યા આપવા માટે વ્યવસ્થા કરી લેશું ત્યાં સુધી કમ સે કમ કોઇ દર્દી મહેરબાની કરીને રાજકોટ, મોરબી સહિતના સૌરાષ્ટ્રમાંથી જામનગર આવે નહીં.

જામનગરના કલેકટરને ખુદ જયારે આવી અપીલ કરવી પડતી હોય તો હાલત કેટલી દયાજનક છે, આરોગ્યની કેવી ભયંકર કટોકટી છે, જામનગર કેટલુ મુસીબતમાં છે, એ બધી બાતનો અંદાજો કાઢી શકાય છે.

શહેરમાં ધાયર્િ કરતા વધુ ભયાનક ગતીએ કોરોનાનું સંક્રમણ આગળ વધી રહયું છે, લોકોને વધુને વધુ જાગૃત થવાનો સમય છે, આવી દયાજનક સ્થીતી થઇ હોવા છતાં રાજય સરકાર હજુ સુધી લોકડાઉન જેવા કડક પગલા શું કામ લેતી નથી એ વાત સમજની બહાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS