મૃત્યુનું અપમાન : અગ્નિસંસ્કાર માટે લાકડા નથી, અનેક મૃતદેહ નદીમાંથી મળ્યાં

  • May 10, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્મ અને મૃત્યુ માણસના હાથની વાત નથી પરંતુ મૃત્યુ વખતે દરેકને સન્માન આપવું એ સંવિધાન અને માણસાઈ બંનેની ફરજ છે. સન્માનપૂર્વક જીવનની સાથે-સાથે સન્માનપૂર્વક મૃત્યુનો હક ભારતીય બંધારણમાં પણ આપવામાં આવ્યો છે અને માનવીય ફરજ પણ છે. પરંતુ વર્તમાન સમયમાં બંધારણ અને માનવતાના ધજાગરા ઉડી ગયા છે. કોરોનાકાળમાં ઘણા બધા ન ગમતા સમાચાર જાણવાં મળ્યાં છે પરંતુ હાલમાં લખતાં કલમ અટકી જાય એક એવા સમાચાર સામે આવ્યા છે.

 

 

યુપી પછી બિહારના બખ્તરમાં ગંગા નદીમાં કેટલાક મૃતદેહો તણાઇને આવતાં તણાવ ઉભો થયો છે. કારણકે કોરોનાથી મૃત્યુ બાદ આ મૃતદેહને ગંગામાં વહાવી દેવાની આશંકાથી લોકો ડરી રહ્યા છે. યુપી બોર્ડર ઉપર સ્થિત હોવાથી અધિકારીઓ ત્યાંથી લાશ વહીને આવવાની વાત કરી રહ્યા છે. આ પહેલા હમીરપુરા ને કાનપુરમાં યમુના નદીના કિનારે આવી કેટલીક લાશ મળી હતી. બખ્તર જિલ્લામાં ચૌસા પ્રખંડના મહાદેવા ઘાટ પાસે સોમવારે કેટલાક મૃતદેહો તણાઈને આવ્યા હતા. લોકોએ આ બાબતની જાણકારી પોલીસ અને પ્રશાસનને આપી હતી.

 

 

લોકોનું કહેવું છે કે કોરોનાથી મોતની સંખ્યા વધવાના કારણે લોકો અંતિમ સંસ્કાર કરવાના બદલે મૃતદેહને ગંગાના જળમાં પ્રવાહિત કરી રહ્યા છે. તેમાંથી કેટલીક લાશ તણાઇને કિનારે આવી છે. મહાદેવા ઘાટ પાસે મળેલ કેટલાક મૃતદેહો સળગેલી અવસ્થામાં મળ્યા હતા. ડીએમએ આપેલી માહિતી અનુસાર ૩૦ થી ૩૫ લાશ અત્યાર સુધીમાં મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS