કેશોદના કેવદ્રા ગામના યુવાનોનું ઉમદા કાર્ય

  • January 22, 2021 11:59 PM 472 views

કેશોદ શહેરથી ૮ કિલોમીટર દૂર આવેલ કેવદ્રા ગામની અંદર યુવાનોની ટીમ દ્વારા સોશિયલ મીડિયામાં ગામ નું ગ્રુપ ચલાવવામાં આવે છે. કેવદ્રા ગામની અંદર ચલાવવામાં આવતા ફન ફોર કેવદ્રા ગ્રુપની અંદર કેવદ્રા માં બનતી દરેક ઘટનાઓ ની સચોટ માહિતી ગ્રામજનોને મળતી રહે છે. આ ગ્રુપ સોશિયલ મીડિયા ની અંદર વોટ્સએપ ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ની અંદર ચલાવવામાં આવે છે જેમાં ગામની અંદર ઉજવાતા દરેક તહેવારો ના વિડિયો; ફોટો; ગામના દરેક સમાચાર ગ્રામપંચાયતની માહીતી; ગામની સ્કૂલ ની તમામ માહિતી વગેરે માહિતી ગ્રુપ ના માધ્યમથી દરેક લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આજે આપણે જોઇએ છીએ કે ગામડાઓની અંદર વધારે પડતા મજૂરીકામ કરતા લોકો વસવાટ કરતા હોય છે ત્યારે આવા લોકો આખો દિવસ કામ કરી અને ઘરે આવે ત્યારે તેમને દરેક માહિતી પોતાના મોબાઇલમાં જ મળી રહે છે. જેથી કેવદ્રા ગ્રામજનો પણ આ ગ્રુપ થી ખુબજ ખુશ છે. ગ્રામજનોને ગ્રામ પંચાયત કે ગામની સસ્તા અનાજની દુકાને પોતાનો અનાજ લેવાનો નંબર જોવા માટે ધક્કા ખાવા પડતા નથી ગ્રામજનોને ગ્રુપની અંદર દરેક માહિતી મળી રહે છે જેમાં પી.જી.વી.સી.એલ લાઈટ ની માહિતી પણ મળે છે. સમયાંતરે ફેસબુકના માધ્યમથી ભજન ડાયરાનું પણ ફેસબુક લાઈવ આયોજન કરવામાં આવે છે જેથી દરેક લોકોને મનોરંજન પણ આ ગ્રુપ પૂરુ પાડે છે ફન ફોર કેવદ્રા ગ્રુપ કેવદ્રા ગામની અંદર લોકચાહના મેળવી ચૂક્યું છે. આ ગ્રુપ બનાવનાર યુવાનોનું કહેવું છે કે અમારો હેતુ માત્ર એટલો જ છે કે દરેક લોકો સોશિયલ મીડિયાનો સદ્ઉપયોગ કરે તેમજ ગામના લોકોને ગામની કોઈપણ માહિતી માટે કયાંય ભટકવુ ના પડે. કેવદ્રા ગામને આ ગ્રુપ નો સૌથી મોટો લાભ એ છે કે ગામની અંદર કોઈપણ વ્યક્તિની ખોવાઈ ગયેલી વસ્તુઓ અગત્યના ડોક્યુમેન્ટ વગેરે ગ્રુપમાં મેસેજ કરતા ની સાથે કલાકોની અંદર મળી આવે છે. ફન ફોર કેવદ્રા ગ્રુપ ચલાવનાર વિપુલભાઈ લાડાણી પ્રશાંતભાઈ ખાણીયા અમિત ભાઈ ભાલોડીયા દ્વારા દરેક ગામડાઓની અંદર આવી સોશીયલ મીડિયામાં સદ્ પ્રવૃત્તિઓ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. તેમજ અમે લોકો આ ગ્રુપ દ્વારા જન સુવિધા ના  કાર્યો હંમેશા કરતા રહેશુ તેવું કેવદ્રા ગ્રામજનોને વચન આપવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application