ઇન્ટરવ્યુ દરમિયાન રડી પડી નોરા ફતેહી, ક્લિક કરીને જુઓ શા માટે ઈમોશનલ થઇ નોરા

  • February 25, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડમાં ડાન્સિંગ ક્વીન નામથી પ્રખ્યાત નોરા ફતેહીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, નોરા ઈમોશનલ થઇ ને તેના સંઘર્ષના દિવસો યાદ કરતી છે, આ વીડિયો તાજેતરમાં નોરા દ્વારા આપેલા એક ઇન્ટરવ્યુનો છે જેમાં તેણે બોલીવુડમાં આવવાથી સ્ટ્રગલ સુધીના સંપૂર્ણ તબક્કાને યાદ કર્યો છે.

નોરાએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 'મેં વિચાર્યું હતું કે મને લેવા લિમોઝિન આવશે સાથે બટલર પણ હશે. જે મને સુઈર્ટમાં લઈ જશે અને હું મારા ઓડિશન માટે એક જ લિમોઝિન કારમાં જઇશ. જો કે, જ્યારે હું ભારત પહોંચી ત્યારે એવું કંઈ હતું નહીં, તે મારા માટે થપ્પડ જેવું હતું.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાએ આ ઇન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું હતું કે સ્ટ્રગલ દરમિયાન તેમને બુલિંગ, રિજેકશન અને આઘાત જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. નોરા કહે છે કે, 'ઓડિશન દરમિયાન કાસ્ટિંગ ડિરેક્ટર મારી મજાક કરવા માટે જાણી જોઇને ,મને હિન્દીમાં લખેલી સ્ક્રિપ્ટ આપતા.' ઇન્ટરવ્યૂ દરમિયાન, નોરાએ કહ્યું કે આ વર્તન જોઇને મને ખૂબ ગુસ્સો પણ આવતો હતો.આ બધું કહેતી વખતે નોરા રડી પડી. નોરાનો આ ઇન્ટરવ્યૂ જોઇને ચાહકોએ પણ ડાન્સિંગ ક્વીનને ઘણી પોઝીટીવ ટિપ્પણીઓ મોકલી છે. નોરાએ આ ટિપ્પણી બદલ તેના તમામ ચાહકોનો આભાર માન્યો છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS