૭મી માર્ચથી રાજકોટ-મુંબઇની વધુ એક ફલાઇટ ઉડાન ભરશે

  • February 25, 2021 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટથી વધુ એક મુંબઇની સ્પાઇસ જેટની ફલાઇટ શરૂ થવા જઇ રહી છે. આજથી બેંગલોરની ફલાઇટ શરૂ થઇ છે તે દરમિયાન સ્પાઇસ જેટે વધુ એક જાહેરાત કરીને મુંબઇ માટેની બીજી ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

હાલમાં એર ઇન્ડિયાની એક ફલાઇટ અને સ્પાઇસ જેટની ફલાઇટ મુંબઇ ઉડાન ભરે છે. દિવસમાં બે વખત મુંબઇ માટેની એર ફ્રિકવન્સી છે. આ દરમિયાન સ્પાઇસ જેટ દ્વારા ૭ માર્ચથી ત્રીજી ફલાઇટ મુંબઇ માટેની શરૂ થવા જઇ રહી છે. આ ફલાઇટનો સમય સાંજનો રાખ્યો છે. જે ટાઇમ મુજબ સાંજે ૭-૧૦ કલાકે મુંબઇથી આગમન અને ૭-૪૦ કલાકે રાજકોટથી પ્રસ્થાન થશે. આમ રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દરરોજની ૭ ફલાઇટનું સંચાલન સંભાળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS