જામનગરમાં ચોવીસ કલાકમાં કોરોનાનો માત્ર એક પોઝીટીવ કેસ

  • August 10, 2021 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધીમાં શહેરમાં 479302 અને ગ્રામ્ય વિસ્તારમાં 341476 લોકોના ટેસ્ટ કરાયા : કોરોના અંતીમ તબકકામાં હોય ડોકટરોમાં પણ આનંદની લાગણી

જામનગરમાં કોરોના અંત તરફ જઇ રહયો છે ત્યારે ગઇકાલે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો અંત નજીક છે, કયારેક એકાદ બે કેસ આવે છે, ગઇકાલે ફરીથી ગ્રામ્ય વિસ્તાર કોરોનામુકત રહયો છે, જયારે શહેરી વિસ્તારમાં એક માત્ર 5ોઝીટીવ કેસ આવ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પીટલમાં કોઇનું મોત થયુ નથી, અને હોસ્પીટલમાં પણ માત્ર 10 જેટલા દર્દીઓ દાખલ છે.

અત્યાર સુધીમાં ટેસ્ટીંગની કામગીરી અવીરત પણે ચાલુ જ રહી છે, જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 479302 અને ગ્રામ્ય વિસ્તારમાં 341476 લોકોના ટેસ્ટી કરવામાં આવ્યા છે. ગઇકાલે માત્ર શહેરી વિસ્તારમાં જ એક પોઝીટીવ કેસ આવ્યો છે, જો કે હવે કોવિડના એક જ વોર્ડમાં દર્દીઓ સારવાર લઇ રહયા છે.

ઓગષ્ટના અંત અથવા સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોચી વળવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આમ કોરોના હવે અંત તરફ જઇ રહયો છે પરંતુ શરદી, ઉધરસના કેસોમાં સારો એવો વધારો થયો છે, છેલ્લા ત્રણેક દિવસમાં તાવ, શરદી, ઉધરસના અસંખ્ય કેસ નોંધાઇ ચુકયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS