કોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ

  • April 20, 2021 12:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેર-જીલ્લામાં સંક્રમણની ચેઇન તોડવા માટે ગવર્મેન્ટ તરફથી બે અથવા ત્રણ સપ્તાહનું કડક લોકડાઉન થાય તો ચેઇન તોડી શકાશે: રોજ મહાનુભાવોના મંતવ્યો આપવામાં આવશે : જામનગરનો અવાજ રાજય સરકાર સુધી પહોંચાડવા આજકાલ કરશે પ્રયાસ

જામનગરની સરકારી કોવિડ હોસ્પીટલમાં આરોગ્યની ઐતિહાસીક કટોકટી છે, અંધાધુંધી છે, પોઝીટીવ દર્દીઓમાં સતત વધારો થઇ રહયો છે, ગંભીર સ્થીતીના દર્દીઓની સંખ્યા 500થી વધુ છે, મૃત્યુઆંક ચોંકાવનારો થઇ રહયો છે, આ સંજોગોમાં ભયાનક બનેલા કોરોનાના સંક્રમણની ચેઇનને તોડવા માટે હાલમાં બે થી ત્રણ સપ્તાહના રાજય સરકારના કડક લોકડાઉનની જર છે, આ વાસ્તવીકતા છે હાલમાં રાજય સરકાર લોકડાઉન ઇચ્છતી નથી પરંતુ જરીયાત છે તે નકાશી શકાય તેમ નથી આવા પ્રતીકુળ સંજોગોમાં જામનગરના કેટલાક મહાનુભાવોના મંતવ્ય આજે મેળવવામાં આવ્યા છે, આવતીકાલે પણ વધુ મહાનુભાવોના મંતવ્યો મેળવશું અને બધાનો મત જાણશું કે વર્તમાન આરોગ્યની ભયાનક પરિસ્થીતીમાં અને ખાસ કરીને કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉનની જરીયાત છે કે નહીં.

તાજેતરમાં ચેમ્બર સહિતની સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન રાખવામાં આવ્યો હતો પરંતુ આ લોકડાઉન રાજય સરકાર તરફથી નહીં હોવાથી લોકોની અવર જવર પર કોઇ અસર પડી ન હતી, એટલા માટે જ તેની અસરકારકતા ઓછી રહી હતી, જે સંજોગો છે તેને જોતા જરી છે કે રાજય સરકાર તરફથી કોરોનાની ચેઇન તોડવાના હેતુ સાથે કડક લોકડાઉનનું એલાન કરવામાં આવે, અત્રે નોંધનીય છે કે આજે જ રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોના હીત ખાતર એક સપ્તાહના લોકડાઉનની જાહેરાત કરી જ છે, જામનગરના કયા મહાનુભાવે શું કહયું તેનું સંકલન નીચે મુજબ છે.

જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઇ કેશવાલાએ જણાવ્યુ હતું કે તાજેતરમાં જ કોરોનાની ચેઇન તોડવા માટે જામનગર શહેર અને ઉધોગોમાં ત્રણ દિવસના સ્વૈચ્છીક લોકડાઉન પાડવામાં આવ્યુ હતું, જેમાં ઉધોગમાં સારી સફળતા સાંપડી હતી પરંતુ વર્તમાન સમયમાં કોરોનાના વિકરાળ સ્વપને અટકાવવા માટે અને કોરોનાની ચેઇન પોડવા માટે કડક લોકડાઉન જરી છે લોકોને આર્થીક નુકશાની સહન કરવી પડે પરંતુ લોકોની જીંદગી અને પરિવારોની આમુલ આયુષ્યની દ્રષ્ટીએ લોકડાઉન અત્યંત જરી છે.
જામનગર વેપારી મહામંડળ એસો.ના પ્રમુખ સુરેશભાઇ તન્નાએ જણાવ્યુ હતું કે વર્તમાન સમયમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અને તેની ચેઇન તોડવા માટે કડક લોકડાઉનની જર છે લોકડાઉનથી વેપારીઓને આર્થિક નુકશાન છે તેમ છતા માનવ જીંદગીને બચાવવા આ ઉપાય અત્યંત જર છે. તાજેતરમાં જ ત્રણ દિવસના સ્વૈચ્છીક લોકડાઉન દરમ્યાન કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ઘણી સફળતા સાંપડી છે પરંતુ કોરોનાને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવે અથવા વીકએન્ડ લોકડાઉન જાહેર કરાય તે જરી બન્યું છે.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે લોકડાઉનની જર નથી, લોકો સ્વેચ્છાએ બંધ પાડી કોરોનાની ચેઇન તોડવા માટે જાગૃતતા દાખવે તે જરી બન્યું છે, લોકડાઉનથી વેપાર, ઉધોગ પુન: પડી ભાંગે, મજુરો અને રોજ બરોજનું કમાનારા લોકો પણ ભારે વિમાસણમાં મુકાઇ જાય તેવી સ્થીતી સર્જાય તેમજ વેપાર ઉધોગ ફરીથી એક વર્ષ માટે ભાંગી પડે તેવી સંભાવના છે જેથી સરકાર તરફથી જરી તમામ પગલા લેવામાં આવે તે જરી છે.

ધારાશાસ્ત્રી વી.એચ.કનારાએ જણાવ્યુ હતું કે વર્તમાન સમયમાં પ્રવર્તેલી કોરોનાની મહામારીમાં લોકડાઉન ઉપાય નથી, કેમ કે કોરોનાનું સંક્રમણ લોકડાઉનના પગલે ઘરના લોકોમાં વધુ પ્રસરશે તેવી ભીતિ છે તેના બદલે લોકો વધુને વધુ જાગૃત બનવાની જર છે તેવું જણાવી ઉમર્યુ હતું કે તાઇવાનમાં આટલા સમય દરમ્યાન એક પણ દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યુ નથી. પરંતુ તેઓએ સંપુર્ણપણે કોરોનાની ચેઇન તોડવા માટે સ્વેચ્છાએ જે પગલા અખત્યાર કયર્િ છે તેનુ અનુકરણ કરી જામનગરમાં લોકો વધુ જાગૃત બને તેમજ રાત્રી કર્ફયુ અને સરકાર દ્વારા વેકસીન અને આપવામાં આવતી જીવન જરીયાતની દવાનો જથ્થો વધુ ઉપલબ્ધ બનાવે અને વધુ લોકો સુધી પહોંચે તે જરી છે.
વાત્સલ્ય ધામના ચેરમેન ભાવનાબેન પરમારે જણાવ્યુ હતું કે વર્તમાન સમયમાં લોકડાઉન ખુબ જ જરી છે લોકડાઉનથી ભોગવવી પડતી આર્થિક મુશ્કેલીઓમાથી બહાર નીકળવાનો અને લોકડાઉન જેવા કપરા સમયમાં લોક ઉપયોગી થવા માટે અનેક ઉપાયો છે પરંતુ કોરોનાની આ ચેઇન તોડવા સરકાર દ્વારા કડક લોકડાઉન જાહેર કરવામાં આવે તે જરી હોવાનું જણાવી ઉમેર્યુ હતું કે વાત્સલ્યધામમાં પણ કોરોના સંદર્ભે તમામ પ્રકારના કડક પગલા લેવામાં આવી રહયા છે અને કોરોનાના નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહયું છે.

જામનગરના દ્રાક્ષ સેલ્સના સંચાલક મયુરભાઇ કટારીયાએ જણાવ્યુ હતું કે  વર્તમાન સમયમાં જામનગરમાં સર્જાયેલી કોરોનાની ગંભીર પરિસ્થીતીને ઘ્યાને લઇ ખુબ જ કડક લોકડાઉનની તાતી જરીયાત છે, કડક લોકડાઉનથી જ કોરોના સંક્રમણી ચેઇન તોડવામાં ઘણી સફળતા મળે છે અને અગાઉ પણ તે સફળતા જોવા મળી છે. સંપુર્ણ લોકડાઉન વર્તમાન સમયમાં ખુબ જ જરી બન્યું છે.

મહાવીર ઇલેકટ્રોનીકસના સંચાલક તુષારભાઇ મહેતાએ જણાવ્યુ હતું કે વર્તમાન સમયમાં સંપુર્ણ લોકડાઉન જર છે, કોરોનાનું સંક્રમણ અટકાવવા અને તેને ક્ધટ્રોલમાં લેવા માટે આ લોકડાઉનની અમલવારી પણ કડક રહેવી જોઇએ હાલના સમયમાં શહેરમાં ઘરે ઘરે કોરોનાનું સંક્રમણ જોવા મળી રહયું છે અને આ કોરોનાની ભયાનકતા  તોડવા માટે અને માનવ જીંદગી ઉગારવા માટે લોકડાઉન ફરજીયાત હોવું જોઇએ.  ક્રમશ:


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS