જાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું

  • April 21, 2021 07:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત છે તેવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણ કર્યું હતું એ  મુદ્દે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવેલી  જાહેર હિતની અરજીની પ્રાથમિક સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠે કારણદર્શક નોટિસો કાઢીને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે.

 

 

હાઈકોર્ટની ખંડપીઠે રાજય સરકાર, સુરતના પોલીસ કમિશનર, ડ્રગ્સ વિભાગના કમિશનરને નોટિસ ફ્ટકારી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે, આવી રીતે રાજકીય પક્ષના કાર્યાલયેથી ઈન્જેકશનની વહેંચણીમાં ઘણાં કાયદાઓનો ભંગ થયો છે. જેની તપાસ માટે નિષ્પક્ષ અને તટસ્થ સભ્યોની તપાસ સમિતિની નિમણૂક થવી જોઈએ.

 

 

જાહેરહિતની રિટ અરજીમાં અરજદાર તરફ્થી એડવોકેટ આનંદ યાજ્ઞિાકે એવી રજૂઆત કરી હતી કે, ગત દિવસોમાં સુરત ભાજપ કાર્યાલય પરથી સી.આર.પાટીલે પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ કર્યુ છે અને વિતરણમાં હર્ષ સંઘવીની મદદગારી છે. કેન્દ્ર સરકાર જ કહી રહી છે કે રેમડેસિવિર એ એન્ટિ-વાયરલ દવા છે અને ઓકિસજન પર રહેલા ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને જ તે આપવા જોઈએ.

 

 

અરજદાર તરફ્થી એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે, ફાર્મસી એક્ટ ૧૯૪૯ના સેકશન ૪૨નો ભંગ કરાયો છે, જેમાં રજિસ્ટર ન થયેલી હોઇ એવી વ્યક્તિ દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. આમાં ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખી અપાયેલો કે પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ દવા આપી શકે નહીં. કાયદાની આ કલમનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. ઉપરાંત ફાર્મસી એકટ ૧૯૪૮ને ટાંકીને એવી રજૂઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંઘન કરનારને છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે. ફેજદારી ધારા ભંગ, સરકારના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા અને દિવાની રાહે કાર્યવાહી કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે સરકાર, સુરતના સીપી, ડ્રગ્સ વિભાગના અધિકારી, સી.આર.પાટીલ અને સુરતના એમએલએ હર્ષ સંઘવી સામે કારણદર્શક નોટિસ કાઢીને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS