આયુર્વેદ દિવસ ઉપર બે આયુર્વેદિક સંસ્થાનું લોકાર્પણ : વડાપ્રધાન મોદીએ ગણાવી દેશની ધરોહર

  • November 14, 2020 02:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પાંચમાં આર્યુવેદ દિવસ ઉપર બે આયુર્વેદ સંસ્થા જામનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) અને જયપુરની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદનું લોકાર્પણ કર્યું હતું અને આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહયું હતું કે આ દેશની ધરોહર છે, અને તેના વિસ્તારથી સમગ્રનું ભલું થશે. ક્યા ભારતીયને ખુશી નહી થાય કે આપણુ પારંપરિક જ્ઞાન હવે અન્ય દેશોને સમૃદ્ધ કરી રહ્યું છે. ગર્વની વાત તો એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHOએ પણ પારંપરિક ચિકિત્સા માટેવૈશ્વિક કેન્દ્ર (Global Centre for Traditional Medicine)ની સ્થપાના માટે ભારતની પસંદગી કરી છે.         

 

વડાપ્રધાને કહ્યું હતું કે ભારત પાસે આયુર્વેદ સાથે જોડાયેલ મોટો વારસો છે. પરંતુ તે પણ એટલું જ વાસ્તિક છે કે વધુ જ્ઞાન પુસ્તકોમાં પડ્યું છે. થોડું ઘણું દાદી નાનીના નુસખાથી આપણે મળ્યું છે. આ જ્ઞાનનાં ખજાનાને ખોલાવો, વિકસાવવો જરૂરી છે. વડાપ્રધાને કહયું હતું એ દેશમાં હવે નવા સંશોધનો થઈ રહ્યાં છે. ત્રણ વર્ષ પહેલા આપણે અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાની સ્થાપના કરી હતી.

 

આજે જામનગર અને જયપુરમાં બે સંસ્થાનાં લોકાર્પણ વિશે વધુ જણાવતા કહયું હતું કે, દેશમાં આયુર્વેદની પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટ છે.  જામનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ને સંસદના કાયદાના માધ્યમથી આઈએનઆઈનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે જયપુરની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ દ્વારા માનદ વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપવામાં આવ્યો છે.  આ વર્ષે સંસદનાં ચોમાસું સત્રમાં બે ઐતિહાસિક આયોગ પણ બનાવવામાં આવશે. જેમાં ભારતીય ચિકિત્સા પ્રણાલી માટે રાષ્ટ્રીય આયોગ અને હોમિયોપેથી માટે રાષ્ટ્રીય આયોગનો સમાવેશ થયા છે. નવી શિક્ષણ નીતિમાં ભારતનાં મેડીકલ એજ્યુકેશનમાં ઇન્ટીગ્રેશનનાં એપ્રોચને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે.

 

પીએમ મોદીએ કહયું હતું કે કોરોનાકાળમાં આખી દુનિયામાં આયુર્વેદિક ઉત્પાદનોની માગમાં ખૂબ વધારો થયો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે સપ્ટેમ્બરમાં આયુર્વેદિક ઉત્પાદનોનો નિકાસમાં લગભગ દોઢગણો બધારો થયો છે. સાથે સાથે ભારતીય તેજાનાની નિકાસમાં પણ વધારો નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application