PUBGએ લોન્ચ કરી નવી ગેમ, પ્લે સ્ટોર પરથી કરી શકાય છે ડાઉનલોડ

  • February 26, 2021 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ હકીકતને કોઈ પણ નકારી શકે નહીં કે ભારતમાં લાખો મોબાઇલ ગેમર્સ PUBG મોબાઇલ ઇન્ડિયાના ફરીથી લોંચ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવામાં  પીયુબીજી સ્ટુડિયોએ પીયુબીજી: ન્યુ સ્ટેટ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. જે પીયુબીજી સ્ટુડિયોની નવી ગેમ છે. નોંધનીય છે કે PUBG સ્ટુડિયો ખૂબ જ લોકપ્રિય ગેમ PLAYERUNKNOWN BATTLEGROUNDS ના સર્જક છે.
 

ક્રાફ્ટ ગેમ્સ ઇન્ક દ્વારા યુટ્યુબ પર એક ટીઝર લોન્ચ કરી નવી ગેમના લોંચની ઘોષણા કરી હતી. ટીઝરમાં ગેમના ગ્રાફિક્સ, સ્ટોરી અને ગેમપ્લે બતાવવામાં આવ્યું છે. તે હવે ગૂગલ પ્લે સ્ટોર પર લાઇવ છે. પબગ: ન્યૂ સ્ટેટ અતિ-વાસ્તવિક ગ્રાફિક્સ અને નવી ગનપ્લે લાવ્યું છે. આ રમત ડ્રોન, લડાઇ રોલ્સ અને વધુ સુવિધાઓથી સજ્જ છે. જો કે આ ગેમ ભારતમાં ઉપલબ્ધ નથી. કારણ કે દેશમાં પબજી પર પ્રતિબંધ યથાવત છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS