ભારત માટે ખુશખબર : ફાઈઝર બનાવી રહી છે સાધારણ ફ્રિઝમાં રહી શકે એવી કોરોના વેક્સિન

  • December 11, 2020 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વેક્સિન બનાવનાર ફાઈઝર કંપની બ્રિટેનમાં કોરોના વેક્સિનનું ટ્રાયલ પુર્ણ કરીને રસીકરણ શરૂ કરી ચુકી છે. હવે કંપની ભારતના માર્કેટમાં આવવાની તૈયારી કરી રહી છે. ભારતામાંથી મંજૂરી માટે કંપની અરજ પણ કરી ચુકી છે.

 

અમેરિકામાં કંપનીએ પોતાની રસીને સુરક્ષિત રાખવા માટે માઈનસ 70 ડિગ્રી તાપમાનની જરૂરિયાત રહે છે. જ્યારે ભારતમાં આવી સુવિધાસભર ફ્રિઝ ઉપલબ્ધ નથી. આ સમસ્યાના નિરાકરણ સ્વરૂપે કંપની નોર્મલ ફ્રિઝમાં રહી શકે એવી કોરોના વેક્સિનનું નવું વર્ઝન તૈયાર કરી રહી છે.

 

ફાઇઝરના સીઈઓ અલ્બર્ટ બોરલાએ કહ્યું હતું કે, અમે એક નવા ફોર્મ્યુલા પર કામ કરી રહ્યાં છીએ. જેમા માઈનસ 70 ડિગ્રી ઉપર કોરોના વેક્સિનને સ્ટોર કરવાની જરૂર રહેશે નહીં. નવી વેક્સિનને સામાન્ય રેફ્રિઝરેટરમાં સ્ટોર કરી શકાશે. આ દરમિયાન કેનેડામાંથી પણ ફાઇઝરને મંજૂરી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application