વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે : અમદાવાદથી કેવડીયા જવા થયા રવાના

  • March 06, 2021 09:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે પીએમ મોદી કેવડિયામાં ચાલી રહેલા ત્રણ દિવસીય સેમિનાર માં જોડાશે. વડાપ્રધાન મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા ત્યાંથી તેઓ હેલિકોપ્ટર પડે નર્મદા કેવડિયા ખાતે જવા રવાના થયા હતા વડાપ્રધાન મોદી કેવડિયામાં યોજાયેલી કોન્ફરન્સમાં ભાગ લેશે.

અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.  

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં છેલ્લા ત્રણ દિવસથી કમાન્ડર કોન્ફરન્સ યોજાઇ હતી આ કોન્ફરન્સમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રાંત આર્મી નેવી અને એરફોર્સના વડા પ્રધાન પણ હાજરી આપી હતી અને સમાપન દિવસે આજે વડાપ્રધાન મોદી અહીં ઉપસ્થિત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS