પોરબંદરમાં પોલીસ અને એનડીઆરએફની ટીમે કરાવ્યું સ્થળાંતર

  • May 17, 2021 07:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેર અને જીલ્લામાં ટૌકતે વાવાઝોડા અનુસંધાને એનડીઆરએફ અને પોલીસ જવાનોએ સાથે મળીને ગ્રામ્યપંથકમાં સ્થળાંતર કરાવ્યું હતું. 
ગુજરાત રાજય પર અગાામી તા. 16/5/2021 થી તા. 18/5/2021 સુધી હવામાન વિભાગ દ્વારા ટૌકતે વાવાઝોડા તેમજ ભારે વરસાદ થવાની શકયતા દશર્વિવામાં આવેલ જે અંગે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવી મોહન સૈનીનાઓએ ન.પો. અધિ. જે.સી. કોઠીયા તેમજ ના.પો.અધિ. ગ્રામ્ય સ્મિત ગોહીલનાઓને સુચના આપવામાં આવેલ જેઓના માર્ગદર્શન હેઠળ તમામ થાણા અધિકારીઓને પોતાના પો.સ્ટે. વિસ્તારના લોકોને વાવાઝોડા અંગેની ગંભીરતા સમજાવવા સુચના કરેલ જે અંગે પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા તમામ પો.સ્ટે. વિસ્તારના લોકોને માહિતગાર કરી, માધવપુર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં જીલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષકની સાથે રહી કે.આઇ. જાડેજા પો.ઇન્સ. એસ.ઓ.જી. તથા એચ.બી. ધાંધલીયા પો.સબ.ઇન્સ. માધવપુરનાઓ સાથે રહી જયાં પાણી ભરાવવાની વધારે શકયત હોય ત્યાં જાતેથી નીરીક્ષણ કરી તેમજ કોઇ પરિવાર જર્જરીત મકાનમાં વસવાટ કરતા હોય તેઓને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવા જણાવવામાં આવેલ. જે અંગે કમલાબાગ પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એમ. દવેનાઓ એનડીઆરએફ ટીમ સાથે રહી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્‌યું. તેમજ સેલ્ટર હોમની મુલાકાત લઇ ફુડ પેકેટની વ્‌યવસ્થા કરાવવામાં આવી. અને બગવદર પો.સ્ટે.ના પો. સબ.ઇન્સ. એચ.સી. ગોહીલએ સ્ટાફ સાથે આંબારામા ગામે ભારે પવનના કારણે રોડ ઉપર વૃક્ષો પડી ગયેલ હોય તે હટાવવાની કામગીરી  કરી હતી.
વધુમાં પો.સ.ઇ. કે.એસ. ગરચરનાઓ દ્વારા કુતીયાણા પો.સ્ટે. વિસ્તારમાં ભારે પવનના કારણે રોડ ઉપર ચડી ગયેલ વૃક્ષો હટાવવાની કામગીરી કરી તેમજ પી.ડી. જાદવ પો.સ.ઇ. રાણાવાવ તથા ઇ/ચા પો.ઇન્સ. આર.ડી. વાંદા, હાર્બર મરીન પો.સ્ટે.નાઓએ વહીવટી અધિકારીઓ સાથે તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. વાય.પી. પટેલનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં શેલ્ટરહોમની મુલાકાત લઇ ફુડપેકેટની વ્યવસ્થા કરાવવામાં આવી. પોરબંદર જીલ્લાની પ્રજાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે, પોલીસ તંત્ર તેમજ વહીવટીતંત્રને પુરતો સહકાર આપે તેમજ બીનજરી પોતાના ઘરની બહાઅર નહીં નીકળવા અને ઘરની અંદર જ સુરક્ષીત રહેવા જણાવવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS