પોરબંદર છાંયા પાલિકાના ચીફ ઓફીસર હેમંત પટેલે રાજીનામુ આપ્યું: માત્ર અંગત કારણોસર નિર્ણય લીધો હોવાનું જણાવ્યું

  • May 08, 2021 03:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર-છાંયા નગરપાલિકાના યુવા ચીફ ઓફીસર હેમંત પટેલે ગાંધીનગર ખાતે શહેરી સચિવ વિભાગને એકાએક રાજીનામુ મોકલી આપ્યું છે.
ચીફ ઓફીસર હેમંત પટેલ એક વર્ષ થી પોરબંદર ખાતે ફરજ બજાવી રહ્યા હતા અને તેઓ દ્વારા શહેરના વિકાસની અલગ-અલગ યોજનાઓને પણ ઝડપથી વેગ મળી રહ્યો હતો તેમજ લોકોના નિયમિત પ્રશ્ર્નને પણ પ્રાધાન્ય આપીને સફળ નિરાકરણ  લાવવા માટે કટીબધ્ધ રહેતા હતા ત્યારે તેઓએ અંગત કારણસર ફરજ ઉપરથી મુકત થવા અંગેનું રાજીનામુ મોકલી આપ્યું છે જે વિભાગ દ્વારા હજુ મંજુર કરવામાં આવ્યું નથી.
ચીફ ઓફીસર હેમંત પટેલ સાથે ‘આજકાલ’ની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ સ્પષ્ટ જણાવ્‌યું હતું કે, રાજીનામુ આપવાનું કારણ તેમનો અંગત નિર્ણય છે અને શહેરભરમાં એકાએક શ થયેલી વિવિધ ચચર્િ તેમજ રાજકારણ અને ઉચ્ચ અધિકારીઓ  -પદાધિકારીઓ સાથે ઘર્ષણ કે રાજકીય દબાણને કારણે રાજીનામુ આપેલ નથી. આ મારો અંગત નિર્ણય છે. તેઓએ ઉમેર્યુ હતું કે, સવારથી સોશ્યલ મીડીયામાં મારા નામ સાથે રાજીનામુ આપવા અંગેના અલગ-અલગ કારણો ફરતા થયા છે તેવી કોઇ વાત સાચી નથી અને તેઓને માત્ર અંગત કારણથી જ રાજીનામુ આપવું હતું જે તેઓએ મોકલી આપ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS