પોરબંદર-છાંયા પાલિકાનું 1 કરોડ 39 લાખની પુરાંતવાળુ બજેટ માત્ર 1 મિનીટમાં મંજુર

  • March 26, 2021 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાની બજેટ મંજુર કરવાની બેઠકનું આયોજન કરવામાં આવતા કુલ પિયા 1 કરોડ 39 લાખની પુરાંતવાળુ બજેટ સવર્નિુમતે મંજુર કરવામાં આવ્‌યું છે.
જનરલ કમીટીમાં રજુ થયું બજેટ
પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકામાં ભાજપની ભવ્‌ય જીત બાદ પ્રમુખ તરીકે સરજુભાઇ કારીયાની વરણી કરવામાં આવી છે ત્યારે શહેરના વિકાસ કામોને વધુ વેગ આપવા માટે જનરલ કમીટી ની બેઠકનું આયોજન કરવામાં આવ્‌યું હતું જેમાં એકઝી. કમીટીના ચેરમેન શૈલેષભાઇ જોષી, પાલિકાના ઉપપ્રમુખ ભારતીબેન જુંગીની ઉપસ્થિતિમાં સુધરાઈ સભ્ય મોહનભાઈ મોઢવાડીયાએ બજેટ રજુ કર્યુ હતું અને સવર્નિુમતે તે મંજુર કરવામાં આવ્‌યું હતું. ચીફ ઓફીસર હેમંત પટેલ સહિત તમામ સુધરાઇસભ્‌યો પણ ઉપસ્થિત રહ્યા હતા. 
એક કરોડ 39 લાખની પુરાંત માત્ર 1 મિનીટમાં બજેટ પસાર
પોરબંદર નગરપાલિકાની બેઠકમાં 1 કરોડ 39 લાખ ર3 હજાર 878 પિયાની પુરાંતવાળુ બજેટ સવર્નિુમતે મંજુર કરવામાં આવ્‌યું હતું. આ બજેટ બેઠકમાં ર અબજ 7ર કરોડ 87 લાખ ની આવક સામે ર અબજ 71 કરોડ 48 લાખ થી વધુનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો અને પોરબંદર છાંયા પાલિકાના વર્ષ ર0ર0-ર1ના મંજુર થયેલ બજેટ રીવાઈઝડ તથા ર0ર1-રર ના વર્ષનું બજેટ એકઝીકયુટીવ કમીટીના ઠરાવથી મંજુર કરવા ભલામણ કરવામાં આવતા તેને મંજુર કરવામાં આવ્‌યું હતું. પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાની પ્રથમ બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયાની અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં માત્ર 1 મિનીટની અંદર જ બજેટ સવર્નિમુતે પસાર કરી દેવામાં આવ્યું હતું.
105 વિસ્તારમાં થશે રોડના કામો
14 મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી શહેરના 105 વિસ્તારોમાં ડામર, પેવર અને સી.સી. રોડના કામો હાથ ધરવામાં આવશે. શહેરના તમામ વિસ્તારોને આવરીને લોકોને સારા રસ્તાની સુવિધા મળે તે માટે આયોજન હાથ ધરવામાં આવશે.

 


ખાપટ અને ધરમપુરમાં 34 કરોડની ભૂગર્ભ ગટર યોજના
પોરબંદર નગરપાલિકાની બેઠકમાં રજુ થયેલા બજેટમાં ખાપટ અને ધરમપુરમાં ભૂગર્ભ ગટરની યોજનાના પ્રોજેક્ટ માટે 34 કરોડ 18 લાખનું બજેટ 14 મા નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયું હતું. 
40 કરોડની સ્ટ્રોમ વોટર અને ફૂટપાથ યોજના
અમૃત યોજનાની ગ્રાન્ટમાંથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેઈન તથા ફૂટપાથ પ્રોજેક્ટ માટે 40 કરોડ 89 લાખ પીયા જેવી માતબર રકમ મંજુર કરવામાં આવી હતી.
રતનપર અને બોખીરા માટે 56 કરોડ
પોરબંદરના રતનપર અને બોખીરા માટે 56 કરોડ પીયાની રકમ એસ.ટી.પી. પ્રોજેક્ટ હેઠળ મંજુર થઈ છે. રતનપરના 30 કરોડ 24 લાખ અને બોખીરાના 26 કરોડ 25 લાખ મંજુર થયા છે.

 


નવા બગીચા બનાવવાની કામગીરી
પોરબંદરમાં નવા બગીચા બનાવવાની કામગીરી આગળ ધપી રહી છે. જેમાં બ્રહ્માકુમારી પાસે બગીચો બનાવવાની કામગીરી અડધા થી વધુ સંપન્ન થઈ ચૂકી છે. તો ઓશીયેનીક હોટેલ પાસે પણ બગીચો બનાવવામાં આવશે. સારી બેઠક વ્યવસ્થા સહીત વૃક્ષારોપણ કરીને લોકો સારી રીતે પ્રકૃત્તિની મજા માણી શકે તેવું આયોજન હાથ ધરવામાં આવશે.
અન્ય પ્રોજેક્ટ
પોરબંદર નગરપાલિકાનું નવું બિલ્ડીંગ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે. જેનું બીજી ઓક્ટોબરના સંભવત: લોકાર્પણ થશે. તે ઉપરાંત ચોપાટી ઉપર સી વ્યુ શોપીંગ મોલ અંગે પણ આયોજન હાથ ધરવામાં આવશે. શુદ્ધ પાણી માટે નલ સે જલ યોજના સહિત છાંયાના રણ વિસ્તારમાં તળાવ ડેવલોપમેન્ટ કામ હાથ ધરવામાં આવશે.

 


4 સંસ્થાઓને ગ્રાન્ટ
ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, સ્ટેટ લાઈબ્રેરી, અંધજન પુસ્તકાલય અને શિશુકુંજને પાંચ-પાંચ હજાર પીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
સોલીડ વેસ્ટનો નિકાલ અને વ્યવસ્થાપન
ઘનકચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટેની તજજ્ઞોની સમિતિની ભલામણ અનુસંધાને મોડેલ ટાઉન યોજના તળે સોલીડ વેસ્ટના નિકાલ અને વ્યવસ્થાપન માટે સરકારે 30 લાખ ફાળવ્યા છે. જેની સામે નગરપાલિકાએ બીજી 30 લાખની રકમ નાખીને વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. સ્વચ્છ નગર મોડેલ ટાઉન યોજના તળે પોરબંદર-છાંયા નગરપાલિકાને લોકજાગૃતિ કાર્યક્રમ કરવા 70 હજાર પીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.

 


ભૂગર્ભગટર યોજના
ભૂગર્ભગટર યોજનાના અધૂરા કામ પૂર્ણ કરી આ યોજના કાર્યિન્વિત કરવા 117 લાખના ભંડોળ સામે સ્વભંડોળમાંથી 12 લાખ 94 હજાર નાખવામાં આવ્યા હતા. અને જુદી-જુદી ગ્રાન્ટમાંથી 69 લાખ 23 હજાર જમા કરાવવામાં આવ્યા હતા. વ્યાજસાથે કુલ રકમ 4 કરોડ 39 લાખ છે, જે ભૂગર્ભગટર યોજના માટે એસ.ટી.પી. બનાવવામાં આવી રહે છે તેની અંદાજીત કિંમત 4 કરોડ નિધર્રિીત કરવામાં આવી છે.
અન્ય વિકાસકામોને મંજુરી
પથીકાશ્રમ બાંધવા સહિત તળાવ બ્યુટીફીકેશન કરવા સબંધે પણ ગ્રાન્ટ મંજુર થનાર છે. ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટના નિભાવ અને અમલવારી માટે 25 લાખ, ન.પા. ની નવી ઓફિસ માટે નવું ફર્નિચર બનાવવા 25 લાખ પીયા, બગીચામાં બાળકોના મનોરંજન માટે બે લાખના સાધનો ફીટ કરાવવા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મંજુર થયેલી યોજનાઓ દ્વારા પાર્ટીપ્લોટમાં શોપીંગ સેન્ટર બનાવવા માટે લોન અંગે પ્રોવિઝન રાખવાની જોગવાઈ તળે 13 કરોડ 68 લાખની અંદાજીત રકમ આ બજેટમાં નક્કી થઈ હતી.
આમ, પોરબંદર નગરપાલિકા દ્વારા અનેક વિકાસકામો હાથ ધરવામાં આવનાર છે અને આ બજેટ બેઠકમાં અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.

 


સુધરાઈ સભ્ય મોહન મોઢવાડીયાએ 7 મી વખત રજુ કર્યું બજેટ
પોરબંદર નગરપાલિકાના સુશિક્ષીત સુધરાઈ સભ્ય મોહન મોઢવાડીયાએ સતત 7 મી વખત પાલિકામાં બજેટ રજુ કર્યું હતું. બજેટ બનાવવાના અનુભવી હોવાથી તેમના જ્ઞાનનો લાભ નગરપાલિકાના તંત્રને સાતમી વખત મળ્યો છે.

લોકશાહીની હત્યા છે...આ રીતે બજેટ પસાર કરી શકાય નહીં: કોંગ્રેસનો નિષ્ફળ વિરોધ
પોરબંદર ન.પા. માં 45 સુધરાઈ સભ્‌યો ભાજપના અને 7 સુધરાઈ સભ્ય કોંગ્રેસના છે. તેથી સ્વાભાવિક રીતે જ ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી ભાજપના સુધરાઈ સભ્ય મોહનભાઈ મોઢવાડીયાએ બજેટ રજુ કર્યું ત્યારે એક જ મિનીટમાં તેને ભાજપના તમામ સુધરાઈ સભ્યોએ બહાલી આપી દીધી હતી. તે સમયે કોંગ્રેસના સુધરાઈ સભ્ય ફાકભાઈ સુયર્િ અને જીવનભાઈ જુંગીએ ‘‘આ લોકશાહીની હત્યા છે...આ રીતે બજેટ પસાર કરી શકાય નહીં. દરેક મુદ્દાઓ રજુ થવા અને ચર્ચવા જોઈએ પછી જ બહાલી મળી શકે’’ તેવી દલીલ કરી હતી. પરંતુ એ દરમિયાન તો ભાજપના સુધરાઈ સભ્યો બજેટને બહાલી આપીને ઉભા થઈને ખંડની બહાર નીકળી ગયા હતા. તેથી કોંગ્રેસનો વિરોધ નિષ્ફળ રહ્યો હતો.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS