પોરબંદરમાં 76 ટકાએ પ્રથમ અને પ3 ટકાએ બીજો ડોઝ લીધો

  • May 22, 2021 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદર શહેર અને જીલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે થઇને કોરોના રસીકરણ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે જેમાં જીલ્લામાં ર1/પ સુધીમાં જબરી સફળતા મળી છે. 76 ટકાએ પ્રથમ અને પ3 ટકા લોકોએ બીજો ડોઝ પણ લઇ લીધો છે. 60 વર્ષથી વધુ વયના લોકોમાં વેકસીનેશન વિશે વધુ જાગૃતિ હોવાનું પણ જાણવા મળ્યું છે.

60 વર્ષથી ઉપરના લોકોના ડોઝ

પોરબંદરમાં 60 વર્ષથી ઉપરના કુલ પ94પ3 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાનો હતો તેમાંથી પર168 લોકોએ રસીકરણ કરાવ્યું હતું તેથી 87.75 ટકા રસીકરણ થયું હતું જયારે બીજો ડોઝ 34099 લોકોએ કરાવ્‌યો છે તેથી 6પ.36 ટકા સફળતા મળી છે.

45 કે તેથી વધુ વયના લોકોના ડોઝ

પોરબંદરમાં 45 કે તેથી વધુ વર્ષના કુલ 99782 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાનો હતો તેમાંથી 69467 લોકોએ રસીકરણ કરાવ્યું હતું એટલે કે, 69.62 ટકા સફળતા મળી હતી. તો બીજો ડોઝ 3016પ લોકોએ મુકાવ્યો છે તેથી 43.42 ટકા સફળતા મળી છે. સરેરાશ રસીકરણ પોરબંદર જીલ્લામાં કુલ 1 લાખ પ9 હજાર ર3પ લોકોનો કોરોના રસીકરણનો ટાર્ગેટ હતો તેમાંથી 1 લાખ ર1 હજાર 63પ લોકોએ કોરોના રસીકરણ કરાવ્‌યું છે. જેની ટકાવારી 76.39 થવા જાય છે જયારે બીજો ડોઝ 64264 લોકોએ મુકાવ્‌યો છે તેથી તેની ટકાવારી પર.83 ટકા થવા જાય છે.

વિવિધ જગ્યાએ રસીકરણ

પોરબંદર શહેરના જુદા-જુદા આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ગ્રામ્યપંથકમાં મોકર ગામે આંગણવાડી કેન્દ્ર, આદિત્‌યાણા ગામે બ્લોક ઓફીસ ખાતે, માધવપુર ગામે પ્લોટ પ્રાયમરી સ્કુલ ખાતે, બળેજ ગામે એસસી સેન્ટર ખાતે, પોરબંદરના છાંયામાં યુપીએચસી સેન્ટર ખાતે અને સુભાષનગરમાં યુપીએચસી સેન્ટર ખાતે કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ, પોરબંદર જીલ્લામાં કોરોના રસીકરણની ઝુંબેશ ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે અને વધુને વધુ લોકો કોરોનાના ડોઝ લઇ રહ્યા છે. કોવિશીલ્ડ અને કોવેકસીન બન્ને પ્રકારના રસી આપવામાં આવી રહ્યા છે.

રસીકરણથી કોરોના થતો નથી તે માન્યતા ખોટી

કોરોના રસીકરણ કરાવવાથી કોરોના થતો નથી તેવી મોટાભાગના લોકોની માન્યતા છે પરંતુ આ માન્યતા ખોટી છે. પોરબંદરમાં કોરોનાની વેકસીન પ્રથમ લેનાર સિવિલ હોસ્પિટલના આર.એમઓ. ડો. ઠાકુરે બન્ને ડોઝ લઇ લીધા પછી પણ તેમને કોરોના થયો હતો તેથી લોકોમાં ખોટી માન્‌યતા રહેલી છે તે દુર થવી જરી છે. વેકસીન લીધા બાદ જો કોરોના થાય તો તેની ગંભીર અસરો થતી નથી અને મૃત્યુના મુખમાંથી વેકસીન લેનાર વ્‌યક્તિને બચાવી શકાય છે તેથી તે અંગે પણ સમજ આવવી જરી છે અને તંત્રએ પણ એ મુદ્દે લોકજાગૃતિ ફેલાવવી અનિવાર્ય બની ગઇ છે.

વેકસીન લીધા પછી બહાર આંટાફેરા કરનારા અનેક યમસદન પહોંચ્યા!

પોરબંદરમાં અસંખ્ય કિસ્સાઓ એવા જોવા મળ્યા છે કે, કોરોનાનું વેકસીનેશન કરાવ્યા બાદ પોતાને અમૃતનો ડોઝ અપાઇ ગયો છે અને પોતે અમર થઇ ગયા છે તેવું માનનારા લોકો બહાર નિકળે છે, પોરબંદરમાં કોરોનાનો બીજો વેવ્ઝ ફેલાયો ત્‌યારે અસંખ્ય કીસ્સાઓ એવા જોવા મળ્યા હતા કે, રસીકરણ કરાવ્‌યા પછી બહાર વધુ માત્રામાં નિકળતા હતા. સ્વભાવિક રીતે જ રસીકરણ બાદ અમુક દિવસો સુધી રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોય છે એ દરમિયાન જ જો વ્યક્તિ બહાર નિકળે તો તેને કોરોનાનો ચેપ લાગવાની શકયતા ખુબ વધી જાય છે આથી આ રીતે વકેસીનેશન કરાવ્યા પછી વધુમાત્રામાં બહાર નિકળનારા અનેક લોકો પોતાની બેદરકારીને કારણે જ અથવા તંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન અપાયું નહીં હોવાથી યમસદને પહોંચી ગયા છે તે પણ એક હકીકત છે.

રસીકરણ કરાવનારાઓ લોકોને જાગૃત કરવામાં નિષ્ફળ રહ્યા

પોરબંદરમાં સરકારી તંત્ર ઉપરાંત અઢળક સામાજીક સંસ્થાઓએ શેરીએ-ગલીએ કોરોના રસીકરણ કેમ્પ ગોઠવ્યા હતા પરંતુ લોકોમાં જે પ્રકારની જાગૃતિ ફેલાવવી જોઇએ તે ફેલાવવામાં નિષ્ફળ ગયા હતા આથી શહેરમાં હજારો લોકો એવા છે કે, જેમને કઇ વેકસીન લીધી હતી? તેની પણ જાણ નથી. કોવિડશીલ્ડ લીધી હોય તેઓ કોવેકસીન લેવા પહોંચી જાય છે તો કો વેકસીન લીધી હોય તેવા લોકો કોવિશીલ્ડ માટે પહોંચી જાય છે અને પછી તપાસ કરવામાં આવે ત્યારે તેઓને ઘરે પરત મોકલી દેવામાં આવતા હોય તેવા પણ અસંખ્ય કીસ્સાઓ બન્યા છે. પહેલો ડોઝ ઉપલબ્ધ કરાવવા જેવી ઝડપ બીજા ડોઝમાં આવી નહીં! પોરબંદરમાં જુદા-જુદા સામાજીક આગેવાનો સહિત ધર્મગુઓ અને સરકારી તંત્રએ લોકોને કોરોના વેકસીનેશન કરાવવા અપીલ કરી હતી અને તેથી પહેલો ડોઝ ઉપલબ્ધ કરાવાયો ત્‌યારે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભુ રીતે વેકસીનેશન કરાવવા પહોંચી ગયા હતા પરંતુ બીજો ડોઝ સમયસર અને પુરતા પ્રમાણમાં આપવામાં સરકાર ઉણી ઉતરી છે તેથી હજારો લોકો બીજા ડોઝથી વંચિત છે અને પોતાનો વારો કયારે આવશે? તેની રાહ જોઇ રહ્યા છે તેથી તંત્રએ તે અંગે પણ નકકર કાર્યવાહી કરવી જરી બની છે.

ખાનગી હોસ્પિટલો રસીકરણમાં ઉદાસીન!

સરકારી તંત્રએ ખાનગી હોસ્પિટલોને પણ કોરોના રસીકરણની છુટ આપી છે પરંતુ મહત્વની બાબત એ છે કે, પોરબંદરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાનું રસીકરણ થયું નથી અને લોકો ખાનગી હોસ્પિટલમાં રસીકરણ કરાવવા માટે ઉદાસીન છે તો બીજીબાજુ હોસ્પિટલો પણ આ પ્રકારનું વેકસીનેશન વધે તેવો કોઇ રસ દાખવતી નથી તેના કારણે આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હોય તેવું જણાઇ રહ્યું છે. સીનીયર સીટીઝનો અને અભણ લોકોમાં બીજા ડોઝની જાણકારીનો અભાવ તંત્રએ વેકસીનેશન માટેની કામગીરીમાં નોંધણી સહિત તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી નાખી છે તેથી સીનીયર સીટીઝનો અને અભણ લોકોને બીજો ડોઝ કયારે લેવાનો છે? કઇ તારીખથી કઇ તારીખ દરમ્યાન લેવાનો છે તે અંગેની જાણકારીનો અભાવ જોવા મળે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નહીં હોવાથી સીનીયર સીટીઝનો અને અભણ લોકો એક જ ડોઝ લીધા બાદ બીજા ડોઝથી વંચિત છે.

 

યુવાનો થનગને છે... પણ વારો કયારે આવશે?

પોરબંદરની યુવા પેઢી કોરોના રસીકરણ કરાવવા થનગની રહી છે, પોતાની રસીકરણ કરાવતા હોય તેવી સેલ્ફી સોશ્યલ મીડીયામાં શેર કરવા આતુરતાથી રાહ જોઇ રહી છે પરંતુ પોરબંદર જીલ્લામાં હજુ સુધી 18 થી 44 વર્ષ સુધીના યુવાપેઢીના લોકોને કોરોના રસીકરણ માટેની મંજુરી મળી નથી તેથી તેઓ રાહ જોઇને બેઠા છે કે કયારે તંત્ર મંજુરી આપે અને કયારે તેઓ કોરોના રસીકરણનો પહેલો ડોઝ લે તેની રાહ જુએ છે. કોરોનાથી યુવાનોના થયેલા મોતનું પ્રમાણ ઉંચુ, સરકાર જાગશે? પોરબંદર શહેર અને જીલ્લામાં કોરોના થી થતા મૃત્યુ અને નોનકોવિડમાં ખપાવી દેવાયેલા કોરોનાના લક્ષણ જણાતા હોય તેવા અસંખ્ય લોકોના મોત નિપજયા છે તેમાં યુવાનોના મૃત્યુનું પ્રમાણ ખુબ ઉંચુ છે, સોશ્યલ મીડીયામાં જ જે તસ્વીરો શેર થઇ રહી છે તેના ઉપરથી ખ્યાલ આવે છે કે, 18 થી 44 વર્ષ વચ્ચેના અનેક યુવાનો ને કોરોના ભરખી ગયો છે. આમ છતાં સરકાર જાગતી નથી અને યુવાપેઢીને કોરોના રસીકરણનો લાભ મળે તે માટે નકકર કાર્યવાહી કરતી નથી. વહેલીતકે યુવાપેઢીને રસીકરણનો લાભ મળે તેવા પ્રયત્નો સરકારે હાથ ધરવા જરી બની ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS