પોરબંદરની ટીબી હોસ્પિટલને મળશે બ્રોન્ઝ મેડલ

  • March 25, 2021 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરના જીલ્લા ક્ષય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનો બ્રોન્ઝ મેડલ સારી કામગીરી બદલ આપવાનું જાહેર થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ટીબીના કેસમાં ર0 ટકાનો ઘટાડો પોરબંદર જીલ્લામાં જોવા મળ્યો છે.
બ્રોન્ઝ મેડલ થશે અર્પણ
સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વ ક્ષય દિન દર વર્ષે ર4 માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. 188રના વર્ષમાં ર4 માર્ચના દિવસે ડો. રોબર્ટ ફોકસ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગના જંતુઓ શોધી કાઢયા હતા. આથી ર4 માર્ચના દિવસે વિશ્ર્વ  ક્ષય દિન ઉજવવામાં આવે છે. ક્ષયનો રોગ બીડી, સિગારેટ તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે, આ રોગે આખા વિશ્ર્વને લપેટમાં લીધું છે, આખા જગતમાં મૃત્યુના ભારણમાં ક્ષય રોગ સૌથી વધુ જવાબદાર છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે. પોરબંદર જીલ્લામાં ટીબી રોગ નાબુદી અભિયાન અંતર્ગત આશા વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે જઇ સર્વે હાથ ધરાયો છે. તો બીજી તરફ પોરબંદર ટીબી હોસ્પિટલને ટીબી નાબુદી અંતર્ગત ઉતમ કામગીરી કરવા બદલ બ્રોન્ઝ મેડલ એનાયત કરવાનું જાહેર થયું છે. સ્ટેટ ટીબી ડીવીઝન દ્વારા પોરબંદર જીલ્લાનું નામ સબ નેશનલ સર્ટીફીકેશન માટે સેન્ટ્રલ ટીબી ડીવીઝનને મોકલવામાં આવ્‌યું હતું અને દિલ્હી સ્થિત સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા  સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં પોરબંદરની ટીબી હોસ્પિટલને બ્રોન્ઝ મેડલ એનાયત કરવાની જાહેરાત થઇ છે.
વિશ્ર્વ ટીબી દિવસની ઉજવણી
ર4 માર્ચના દિવસને વિશ્ર્વભરમાં વિશ્ર્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક આંકડા મુજબ દર વર્ષે ક્ષય એટલે કે ટીબીના ભારતમાં ર6 લાખ દર્દીઓ નોંધાય છે. ક્ષય (ટીબી) રોગના જે ર6 લાખ આંકડો વિશ્ર્વભરના આંકડા સામે ર7 ટકા જેટલો છે. ર016માં વિશ્ર્વભરમાં 104 લાખ ટીબીના નવા કેસો નોંધાયા હતા. સમગ્ર વિશ્ર્વના કુલ ટીબીના કેસોમાંથી સાત દેશોનો 64 ટકા હિસ્સો છે. જેમાં સૌથી વધારે ટીબીના દર્દીઓની ભારતમાં છે. પ્રદુષણના કારણે ભારતમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધી છે. ભારત બાદ ઇન્ડોનેશિયા, ચાઇના, ફિલિપાઇન્સ, પાકીસ્તાન, નાઇઝરીયા અને સાઉથ આ્રફીકાનો સમાવેશ થાય છે ત્યારે દેશમાં નાગરિોકમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે તે ખુબ જ જરી છે.
આશા વર્કર દ્વારા સર્વે
આ અંગે સરકાર દ્વારા ર0રપ સુધી ભારતમાંથી ક્ષય (ટીબી) રોગ નાબુદ કરવા એક અભિયાન શ કરવામાં આવ્‌યું છે. પોરબંદર જીલ્લો પણ આ અભિયાનમાં જોડાયો છે. પોરબંદરમાં ટીબીના દર્દીઓ શોધી સારવાર મળી રહે તે માટે આશાવર્કર બહેનો દ્વારા ઘરે ઘરે જઇને ટીબી રોગનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરી તા. રર માર્ચથી શ થઇ છે ર6 માર્ચ સુધી જીલ્લામાં સર્વેની સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડીયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી હોવી, તાવ આવવો, ઘણી વખત ગળફામાં લોહી આવવું, વજન ઘટવું, ભુખ ન લાગવી વગેરે વિશે પુછપરછ કરવામાં આવશે. જો કોઇ વ્યકિતને ટીબી રોગના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાને મોકલવામાં આવશે અને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે અને સરકાર દ્વારા નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત દર મહીને ા. પ00 આપવામાં આવશે. હાલમાં જીલ્લામાં ટીબીના ર84 દર્દીઓ છે.
વધુમાં તેઓએ એવું જણાવ્‌યું હતું કે, દિલ્હી સ્થિત ટીબી ડીવીઝન દ્વારા જીલ્લામાં સર્વે હાથ ધરાયો હતો જેમાં ર015ની સરખામણીએ ર0ર0માં જીલ્લામાં ટીબીના કેસોમાં ર0 ટકાનો ઘટાડો સામે આવ્યો હતો. આથી ટીબી ડીવીઝન દ્વારા પોરબંદરની ટીબી હોસ્પિટલને બ્રોન્ઝ મેડલ એનાયત કરવાની જાહેરાત કરાઇ છે. જે ટુંક સમયમાં જ આપવામાં આવશે.  
માઇક્રોબેકટેરિયમ ટયુબર કલોસીસના જીવાણુથી થતો ટીબીનો રોગ
ઇ.સ. 188રમાં રોટર્બ કોકસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર ટીબી રોગના વિષાણુની માઇક્રોસ્કોપી દ્વારા વિશ્ર્વ સમક્ષ ઓળખ રજુ કરી હતી. તેમાં તેમણે જણાવ્‌યું હતું કે, માઇક્રોબેકટેરિયમ ટયુબરકયુલોસીસ નામના જીવાણુને કારણે ટીબીનો રોગ થાય છે. આ બેટેરીયા હવાના માધ્યમથી, ફેફસાના ટીબીના દર્દીની જાહેરમાં છીંકવાની, ઉધરસ ખાવાની, ગફળો થુંકવાની પ્રક્રિયાથી બીજા તંદુરસ્ત મનુષ્યના શરીરમાં પ્રવેશી શરીરને ચેપગ્રસ્ત બનાવે છે.
રોગપ્રતિકારક શક્તિના અભાવે લોકો ટીબીગ્રસ્ત બને છે. બદલાયેલી સારવાર પધ્ધતિને કારણે હાલ ટીબીના ફુલ દર્દીથી 90 ટકા દર્દીઓ સાજા થઇ જાય છે. 1 થી ર ટકા દર્દી મૃત્યુ પામે છે. 3 થી 4 ટકા અધવચ્ચે જ સારવાર છોડી દે છે. ર ટકા માઇગ્રેટ થાય છે. બે ટકા જેટલા દર્દી સારવાર ફેઇલ થઇ નવી વધુ સારવારમાં મુકાય છે.
પોરબંદર ઉપરાંત અન્ય ચાર હોસ્પિટલોનો પણ સમાવેશ
પોરબંદરની હોસ્પિટલને બ્રોન્ઝ મેડલ એનાયત થશે. ગુજરાત રાજયમાં માત્ર પાંચ હોસ્પિટલ સિલેકટ થઇ છે જેમાં પોરબંદર ઉપરાંત દેવભુમિ દ્વારકા, બોટાદ, મહેસાણા અને રાજકોટની ટીબી હોસ્પિટલનો સમાવેશ થાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS