રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 5 દિવસીય તમિલનાડુનાં પ્રવાસે

  • August 02, 2021 11:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 5 દિવસીય યાત્રા પર તમિલનાડુમાં છે. આજે તેઓ ચેન્નાઈમાં મદ્રાસ વિધાન પરિષદમાં 100માં વર્ષનાં સ્મારક સમારોહમાં ભાગ લેશે અને સમારોહને સંબોધિત પણ કરશે. આ સિવાય રાષ્ટ્રપતિ તમિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી ડૉ. એમ કરુણાનિધિનાં ચીત્રનું પણ અનાવરણ કરશે. 
રાષ્ટ્રપતિની યાત્રાને લઈને રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેઓ આવતીકાલે નિલગીરી જિલ્લામાં જવા માટે રવાના થશે. 4 ઓગસ્ટે તેઓ ઉંટી નજીક વેલિંગ્ટન સ્થિત રક્ષા સેવા સ્ટાફ યુનિવર્સીટીની મુલાકાત લેશે અને 77માં સ્ટાફ કોર્સનાં વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરશે. તે બાદ રાષ્ટ્રપતિ 6 ઓગસ્ટે દિલ્હી પરત ફરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS