લોંગેવાલા : જવાનો વચ્ચે પીએમ મોદીનો હુંકાર : કોઈએ અજામાવ્યા તો મળશે જોરદાર જવાબ

  • November 15, 2020 12:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેર બોર્ડરના લોંગેવાલા ચોકી ઉપર દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. પીએમ મોદીએ જવાનોને સંબોધિત કરતા કહયું હતું કે તમને બધા વીરોને મારા તરફથી ૧૩૦ કરોડ દેશાવાસિયો તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. વડાપ્રધાને કહયું હતું કે સરહદ પર, આકાશમાં, સમુદ્રમાં કે કોઈ પણ સ્થળેથી દેશની સેવા અને સુરક્ષામાં જોડાયેલ તમામને દિવાળીના પર્વ પર હું નમન કરું છું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને કહયું હતું કે તમે છો તો દેશ છે અને દેશના તહેવારો છે. તમારી વચ્ચે એકે એક ભારતવાસીઓની શુભકામાના લઈને આવ્યો છું.   

 

હું વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર દિવાળી ઉજવવા સિયાચીન ગયો હતો ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. પરંતુ તમે મારી ભાવના જાણો છો. દિવાળીમાં હું મારા પોતાના લોકો વચ્ચે જ રહીશ, તેમની સાથે જ દિવાળી ઉજવીશ. સરહદમાં રહીને તમે જે દેશ માટે કરી રહ્યાં છો તેના માટે તમને સો સો સલામ કારણે તેના કારણે જ દેશ સુરક્ષિત છે અને લોકો તેના પરિવારો સાથ દિવાળી ઉજવી શકે છે. સાથે સાથે કહયું હતું કે હવે દેશ સામે જોનારને માફ કરવામાં નહી આવે. સર્જીકલ સ્ટ્રાઈક જેવો જ જવાબ અપાવામાં આવશે અને તેને ધૂળ ચાટતા કરી દેવાશે. હવે દેશમાં સુરક્ષા અને વિકાસ જ જોવા મળશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS