વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડથી સન્માનિત

  • March 05, 2021 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરાવીક ગ્લોબલ એનર્જી ડેવલપમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તકે વડાપ્રધાને  આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, હું પુર્ણ વિનમ્રતા સાથે આ સન્માનને ગ્રહણ કરું છું. આ એવોર્ડને હું મહાન માતૃભૂમિ ભારતના લોકોને સમર્પિત કરવા ઈચ્છું છું. હું આ એવોર્ડ ભારતની મહાન પરંપરાને સમર્પિત કરવા ઈચ્છું છું. જેને આપણે પર્યાવરણની સંભાળ રાખવાની શીખ અને રીતો આપી છે.

 

મહાત્મા ગાંધીના રૂપમાં આપણી પાસે પર્યાવરણનું ધ્યાન રાખનારા એક ચેમ્પિયન હતા. જો તેમને બતાવેલા રસ્તા ઉપર આગળ વધ્યા હોત તો અનેક સમસ્યાનો આજે આપણે સામનો કરવો પડયો હોત નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, આજે દુનિયાનું ધ્યાન ફિટનેસ અને વેલનેસ ઉપર છે. ઓર્ગેનિક અને હેલ્ધી ફૂડની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. ભારત વૈશ્વિક પરિવર્તનને પોતાના મસાલા અને આયુર્વેદિક ઉત્પાદનોથી આગળ વધારી શકે છે. તમને જાણીને ખુશી થશે કે છેલ્લા સાત વર્ષમાં ભારતમાં જંગલ વાળો વિસ્તાર ઘણો વધ્યો છે. જેમાં સિંહ, દીપડા અને અન્ય પ્રાણી, પક્ષીઓની પણ સંખ્યા ઘણી વધી છે. આ બધા જ સકારાત્મક બદલાવના ઉમદા ઉદાહરણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS