પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંદાજે 1200 કરોડના 5 વિકાસકાર્યોનું કર્યુ ઉદ્ઘાટન

  • July 16, 2021 10:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ 1200 કરોડના 5 વિકાસકાર્યોનું ઉદ્ધાટન કર્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલી ગુજરાતમાં હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન, ફાઈવ સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રહીને વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજામાં? પૂછીને સંબોધન શરૂ કર્યું હતું. તેમણે 25 મિનિટ ભાષણ કર્યું.


આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


ગાંધીનગર રેલવે સ્ટેશન અને 5 સ્ટાર હોટલનું કર્યુ લોકાર્પણ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃનિર્મિત 'ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન' તેમજ પંચતારક હોટલના લોકાર્પણની સાથે ગુજરાતને
અનેકવિધ વિકાસકામોની ગુજરાતને ભેટ આપી. 

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીપદે હતા એ વેળા તેમણે ગુજરાતને દેશના સૌથી વિકસિત રાજ્ય તરીકે આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. તેમની આ સંકલ્પનાના ભાગરૂપે જ ગાંધીનગર ખાતે વૈશ્વિક સ્તરનું 'મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર કોમ્પ્લેક્સ' સાકાર થયું. 


રેલવે સ્ટેશન પર એક નજર


-'ગરુડ' (ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કો.લિ.), ગુજરાત સરકારની 74% અને રેલવે મંત્રાલયની 24%ની ભાગીદારીથી રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ.
-વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ.
-3 પ્લેટફોર્મ પૈકી એક વન -એન્ડ પ્લેટફોર્મ, જયારે અન્ય આઇલેન્ડ પ્લેટફોર્મ.
-2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રિયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે.
-અલગ-અલગ સ્થળે આશરે 300 વ્યક્તિ માટેનું પ્રતીક્ષા સ્થળ.
-સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પસ હોલ.
-બેબી ફીડિંગ રૂમ.
-પ્રાર્થના ખંડ.
-પ્રાથમિક સારવારનો ખંડ.
-ઓડિયો-વીડિયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલરી માટેનો ડિસ્પ્લે એરિયા.
-105 મીટર લાંબું કોલમ વગરનું એલ્યુમિનિયમની છત ધરાવતું સ્ટેશન.
-દિવ્યાંગોને 100% સાનુકૂળ એવું સ્ટેશન.
-કોઈપણ પ્રકારના મધ્યવર્તી ટેકા વગરની 345 ફૂટ લાંબી સ્લીક એલ્યુમિનિયમ છત.

 

નવનિર્મિત રેલવે સ્ટેશન.

 


318 રૂમ ધરાવતી આ હોટલમાં રહેવાની બેજોડ વ્યવસ્થા.

 


દિવ્યાંગોને 100% સાનુકૂળ એવું સ્ટેશન.

 


રેલવે સ્ટેશનનો રાતનો નજારો.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS