વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ વાગ્યે મંત્રીઓ અને અધિકારીઓ સાથે કરશે મહત્વની બેઠક

  • April 18, 2021 04:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ અત્યંત વધી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં હજારો લોકો તેનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે એક બેઠક કરશે. જેમાં તેઓ અધિકારીઓ અને મંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન અને 11 રાજયોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

 

 

કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસને લઈને આઠ વાગ્યે મહત્વની બેઠક યોજશે. આ દરમ્યાન વડાપ્રધાન મોદી મંત્રાલયના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. નોંધનીય છે કે આ પહેલા વડાપ્રધાન મોદીએ આરોગ્ય, સ્ટીલ, રોડ રસ્તા પરિવહન મંત્રાલય સહિત અનેક મંત્રાલયોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારે પીએમે રાજ્ય સરકારોના તમામ મંત્રાલયને સામંજસ્ય વધારવા ઉપર ભાર મૂક્યો હતો.

 

 

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અત્યંત ખરાબ છે. છેલ્લા 24 કલાકમાં 234692 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે અને 1341  લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ એક મહત્વની બેઠક બોલવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS