કોરોનાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન : આપણે દેશને લોકડાઉનથી બચાવવાનો છે

  • April 21, 2021 06:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની મહામારી અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર તોફાની બનીને આવી છે. પડકાર મોટો છે, સાથે મળીને પાર ઉતારવાનું છે. કોરોના વોરિયર્સ લોકોના જીવ બચાવી રહ્યા છે. દેશના હિતમાં જે પગલાં લીધા તેથી સ્થિતિ ઝડપથી સુધરશે. ઓક્સિજનની ડિમાન્ડ વધી છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર આ દિશામાં સતત ચિંતિત છે. નવા ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટ્રેન સહિતના પ્રયાસો ચાલુ છે. ફાર્મા સેક્ટરે દવાનું ઉત્પાદન વધારી દીધું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે મજબૂત ફાર્મા સેકટર છે. હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે, કોવિડ હોસ્પિટલ બની રહી છે. વિજ્ઞાનીઓએ દિવસ રાત એક કરીને વેક્સિન બનાવી છે અને તે વિશ્વમાં સૌથી સસ્તી છે. 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં દેશની જનતાને કહ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું ટીકાકરણ ભારતમાં થયું, ૧૨ કરોડ ડોઝ આપી દીધા છે. ૧૮ વર્ષની વયના લોકોને રસી મુકાશે.જે વેક્સિન બનશે તેનો અડધો ભાગ રાજ્યોને મળશે. સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે વેક્સિન મળતી રહેશે. શ્રમિકોને વેક્સિન અપાશે. આથી શ્રમિકો હિજરત કરે નહીં. પહેલા મહામારી સામે લડવા માટે આપણી પાસે સુવિધા ન હતી, લેબ ન હતી, પીપીઇનું ઉત્પાદન ન હતું પણ ટૂંકા સમયમાં આપણે ઘણું મેળવી લીધું છે. દેશે કોરોના સામે ધૈર્યપૂર્વક લડાઈ લડી છે. જનભાગીદારીથી આપણે આ લડાઈ જીતશું. દેશવાસીઓ આગળ આવે અને જરૂરતમંદને મદદ કરે. યુવાનો પોતાની સોસાયટીમાં અને એપાર્ટમેન્ટમાં સમિતિ બનાવીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવે. કામ વગર લોકો ઘરની બહાર નીકળે નહીં. જો લોકો ગાઈડલાઈનનું પાલન કરે તો લોકડાઉનની જરૂર જ નહીં પડે. રાજ્યો લોકડાઉનનો વિકલ્પ છેલ્લા ઉપાયરૂપે જ અપનાવે. પ્રચાર માધ્યમો પણ જંનજાગૃતિના પ્રયાસો વધુ કરે અને અફવાથી લોકોને બચાવે. કોરોનાથી બચવાના પ્રયાસોનું પુરેપુરુ પાલન કરો. આજની સ્થિતિને બદલવામાં આપણે કોઈ કસર નહીં છોડીએ. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS