કોરોનાકાળમાં કરેલી ભૂલો બદલ વડાપ્રધાન પ્રાયશ્ચિત કરે : સીડબલ્યુસીમાં ઠરાવ પસાર કરાયો

  • May 10, 2021 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ વર્કિંગ કમિટી સીડબ્લ્યુસીમાં  સોમવારે યોજાયેલી બેઠકમાં કોરોનાવાયરસની બીજી લહેર ઉપર ચર્ચા કરવામાં આવી છે. આ બેઠક હાલમાં સંપન્ન થયેલ પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને લઇને બોલાવવામાં આવી હતી. બેઠક બાદ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં સીડબ્લ્યુસીએ covid-19 મહામારીની બીજી લહેરમાં મોદી સરકારની ઉદાસીનતા અને અસંવેદનશીલતાનું પ્રત્યક્ષ પરિણામ રજૂ કર્યું હતું.

 

 

સીડબ્લયુસીમાં પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો કે, આ વૈજ્ઞાનિક સલાહની, કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિની અવહેલના છે. મારામારીની સમય પૂર્વ જાહેરાત અને ચેતવણી છતાં પણ પહેલાં યોજના બનાવવામાં અસફળતાનું પ્રત્યક્ષ પરિણામ છે. કોરોનાવાયરસની મહામારીની બીજી લહેરની ચેતવણી માત્ર હેલ્થ એક્સપર્ટએ નહીં પરંતુ સંસદની સ્થાયી કમિટીએ પણ આપી હતી. વડાપ્રધાને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ.

 

 

કોરોના પર રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં દેશમાં વેક્સિન સપ્લાયને લઈને કેન્દ્ર સરકાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે મોદી સરકાર સાચા તથ્યોથી ઇનકાર કરતી રહી છે. સાથે સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહએ ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખી અને કોરોનાની મહામારી સામે લડવા માટે કેટલાક સુચનો કર્યા હતા. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન દ્વારા અશોભનીય રીતે જવાબ આપવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં સીડબ્લ્યુસીએ એ વાત પર ચિંતા વ્યક્ત કરી હતી કે, કોરોનાથી થતા મોતના આંકડાનો ડેટા પણ ખોટો આપવામાં આવી રહ્યો છે અને અનેક લોકોના મોત વિશે ક્યાંય ઉલ્લેખ નથી. આ સમય પડકારનો સામનો કરવાનો સમય છે. તેના બદલે કોરોના સંક્રમિત અને મૃત્યુ પામનાર લોકોના આંકડાઓ ઘટાડવાનો સમય નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીનું માનવું છે કે, એ રાષ્ટ્રીય એકતા, ઉદય અને સંકલ્પની ભાવના દેખાડવાનો સમય છે. વડાપ્રધાને પોતાની ભૂલો માટે પ્રાયશ્ચિત  કરવું જોઈએ અને લોકોની સેવા માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS