પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરી

  • July 12, 2021 07:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે....અધિકારીઓ રાજ્ય સરકાર સાથે કામ કરી રહ્યા છે. તમામ સંભવિત સમર્થન આપવામાં આવી રહ્યું છે....હું અસરગ્રસ્ત વિસ્તારોની સલામતી માટે પ્રાર્થના કરું છું.

 

 

 

પીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે કે રાજસ્થાનના અમુક વિસ્તારોમાં વીજળી પડવાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. એને કારણે ખૂબ દુઃખ થયું. હું મૃતકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

 

યુપીમાં વીજળી પડવાને કારણે 44 લોકોનાં મૃત્યુ

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને 11 જિલ્લામાં વીજળી પડવાને કારણે અંદાજે 44 જેટલા લોકોનાં મોત થયાં છે, જ્યારે 47 લોકો ઘાયલ છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કાનપુરની આસપાસના જિલ્લામાં 18, પ્રયાગરાજમાં 14, કૌશામ્બીમાં 4, ફિરોઝાબાદ અને ફતેહપુરમાં 3-3, ઉન્નાવ, સોનભદ્ર અને હમીરપુરમાં 2-2, પ્રતાપગાઢ, કાનપુર નગર, મિર્ઝાપુર અને હરદોઈમાં 1-1 લોકોનાં મોત થયાં છે. ઘણી જગ્યાએ વીજળી પડવાને કારણે જાનવરોનાં પણ મોત થયાં 

 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીજળી પડવાને કારણે થયેલાં મોત વિશે શોકની લાગણી વ્યક્ત કરી છે. આ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોનાં પરિવારજનોને રૂ. 4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી

 

 

રાજસ્થાનમાં વીજળી પડવાને કારણે 20 લોકોનાં મૃત્યુ થયાં
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં સાત બાળકો સહિત 20 લોકોનાં મોત થયાં છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. માત્ર જયપુરમાં જ આમેર કિલ્લાના વોચ ટાવર પર વીજળી પડવાને કારણે 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે કોટા જિલ્લામાં ચાર બાળકો અને ધૌલપુર જિલ્લામાં 3 બાળકોનાં મોત થયાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021