રાજ્યમાં 24 જુલાઈથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના

  • July 23, 2021 10:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ૨૪ જુલાઈ થી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 24 જુલાઈ(શનિવાર)એ ગુજરાત તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવ, દમણ અને દાદરા નગર હવેલી તેમ જ કચ્છમાં વરસાદની  સંભાવના છે. જ્યારે 25,26 અને  27 જુલાઈએ કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ-દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે.  28 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેમ જ દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ અને કચ્છમાં વરસાદ પડી શકે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS