ટેકાના ભાવે ચણાની ખરીદીનો આજથી પ્રારંભ: રાજકોટ જિલ્લામાં કુલ ૧૯ કેન્દ્ર

  • March 08, 2021 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોને પોતાના પરિશ્રમનું સંતોષકારક પારિશ્રમિક મળે તે માટે સરકાર દ્વારા ખેડૂતોની વિવિધ જણસોની પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. પ્રતિવર્ષ રાજયના અનેક ખેડૂતો આ યોજના હેઠળ પોતાની જણસોની સારી કિંમત મેળવી લાભાન્વિત થાય છે.


આ વર્ષની રવિ માર્કેટીંગ સીઝન-૨૦૨૧ અન્વયે રાજયમાં ચણાની ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ થનાર છે. અત્યાર સુધીમાં આ માટે કુલ ૬૮૨૮૬ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. જે ગત વર્ષના ૨૨૬૨૦ કરતાં ત્રણ ગણા વધુ છે. આથી ખરીદીની પ્રક્રિયા સમયમર્યાદામાં અને સુચારૂરૂપે પુર્ણ થઇ શકે તે માટે રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં કુલ ૧૯ જેટલા કેન્દ્રો પરથી ખરીદીની પ્રક્રિયા કરવામાં આવનાર છે. હાલ સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલ ચણાનો ટેકાનો ભાવ રૂા. ૫૧૦૦/- પ્રતિ કવિન્ટલ છે, જે હાલના ચણાના બજાર ભાવ કરતાં વધુ હોઇ અનેક ખેડૂતો આ યોજના હેઠળ લાભાન્વિત થશે. પડધરી, લોધિકા અને કોટડાસાંગાણી ખાતે માર્કેટયાર્ડ ન હોવાથી રાજકોટ જુના માર્કેટીંગ યાર્ડ ખાતે રાજકોટ તાલુકા ઉપરાંત પડધરી અને લોધિકા તાલુકાના ખેડુતોની ચણાની ખરીદી પણ કરાશે, જયારે કોટડાસાંગાણીના ખેડૂતોની ચણાની ખરીદી કોટાડાસાંગાણી સ્થિત પુરવઠાના ગોડાઉન ખાતે કરાશે. ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા જામકંડોરણા, જસદણ અને વિછીંયા તાલુકાના ખેડુતોની ચણાની ખરીદી જે-તે તાલુકાના માર્કેટયાર્ડ સ્થિત ચણા ખરીદ કેન્દ્રો પરથી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS