કોરોના મહામારીના કારણે પશ્ચિમ બંગાળમાં તમામ ચૂંટણી સભાઓ રદ કરતા રાહુલ ગાંધી

  • April 19, 2021 01:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસના વધતા સંક્રમણ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળમાં કુલ આઠ તબક્કાનું મતદાન થવાનું હતું. તેમાંથી પાંચ તબક્કાનું મતદાન થઇ ચૂકયું છે અને બાકી રહેલા ત્રણ તબક્કા માટે ચૂંટણી પ્રચારની તમામ રેલીઓ અને સભાઓ રાહુલ ગાંધીએ રદ કરી છે. સાથે સાથે રાહુલ ગાંધીએ તમામ રાજનૈતિક દળોને પણ આ બાબતે વિચાર કરવાની સલાહ આપી છે.

 

 

આ માહિતી રાહુલ ગાંધીએ સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને આપી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરતાં લખ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ બંગાળમાં તેઓ તેની સાર્વજનિક તમામ સભાઓ અને રેલીઓ કેન્સલ કરે છે અને તે તમામ લોકોને આ જ સલાહ આપે છે કે આ પરિસ્થિતિમાં સાર્વજનિક આયોજનનું પરિણામ વિચારીને સભા કરવી જોઈએ. એક વખત એ બાબતે વિચાર કરવામાં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS