વલસાડના ઉમરગામમાં વરસાદી આફત, બે કલાકમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો

  • July 19, 2021 12:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વલસાડ જિલ્લામાં ઉમરગામમાં આજે વરસાદી આફત સર્જાઈ હતી.. વલસાડના ઉમરગામમાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ અનરાધાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં 8.5 ઈંચ વરસાદ ખાબકતા ઉમરગામમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. ગામમાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તાથી લઈ લોકોના ઘરની અંદર પાણી જ પાણી જોવા મળ્યા હતા. આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે લોકો ઘરની અંદરથી પાણી ઉલેચવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.


ગામમાં આ વિસ્તારમાં ભરાયા પાણી

 

ઉમરગામ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર ચાર, એસએમવી રોડ, ઉદવાડા પરિયા રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ વિસ્તારના અનેક મકાનોની અંદર પાણી ઘૂસ્યા હતા.

 

 

ઘરમાં પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા

 

ઉમરગામના નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના બાળકોથી માંડી પરિવારજનો ઘરની અંદર ઘૂસેલા પાણીને બહાર ઉલેચતા અને ઘરમાં રહેતી ઘરવખરીને સલામત સ્થળે રાખતા જોવા મળ્યા હતા

 


અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર થયો બંધ

 

ઉમરગામમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ભીલાડ અંડરપાસમાં પાણી ભરાયા હતા. અંડરપાસ આખો ડૂબી જતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. વાહનવ્યવહાર બંધ થતા વાહનચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS