રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખોએ આપ્યું રાજીનામું

  • February 23, 2021 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અપેક્ષા મુજબ જ રાજ્યની ૬ મહાનગરપાલિકામાં કેસરિયો છવાઈ ગયો છે. આજે મતગણતરી શરુ થઇ ત્યારથી જ છ એ છ મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારોએ લીડ લઇ લીધી હતી અને કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો હતો. ત્યારે રાજકોટ, ભાવનગર, સુરત અને અમદાવાદના કોંગ્રેસના શહેર પ્રમુખોએ હારની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દીધું છે. 


રાજકોટમાંથી કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને સુરતમાંથી બાબુ રાયકાએ રાજીનામું આપ્યું છે. આજે રાજકોટમાં કોંગ્રેસના ફાળે એક જ વોર્ડની બેઠકો આવી છે જ્યારે સુરતમાં કોંગ્રેસે ખાતુ જ ખોલ્યું ન હતું આ જવાબદારી સ્વીકાર શહેર પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. 
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS