રાજ્યસભાની રામાયણ:જયંત બોસ્કી નહી આપે ભાજપને મત,હવે કાંધલ જાડેજાના જવાબ પર બધાની નજર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી 19 મી જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. તે પહેલા રાણાવાવ કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ નિવેદન કરી વાત કરી હતી કે રાણાવવા કુતિયાણા મત વિસ્તારના વિકાસના કામો થયા છે અને હજુ કામો કરવાના છે. તેથી તે ભાજપને રાજ્યસભાની ચૂંટણીમમાં મત આપશે.

કાંધલ જાડેજાના નિવેદન બાદ ગુજરાત NCP એ કાંધલ જાડેજાને વિહ્પ આપી કોંગ્રેસમાં મતદાન કરવા આદેશ કર્યો હતો. બાદમાં રાજકારણ ગરમાયુ છે.

ગુજરાત NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી એ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વૉટિંગનો ચીલો શંકરસિંહ વાઘેલાએ પાડ્યો છે. NCP હંમેશા કોંગ્રેસ સાથે જ રહે છે. કેન્દ્રમાં પણ 15 વર્ષ સુધી NCP અને કોંગ્રેસનું ગઠબંધન રહ્યું છે અમે UPA ના ઘટક છીએ મહારાષ્ટ્રમાં અમે સાથે છીએ અમોને શરદ પવારની સૂચના છે કે, રાજ્યસભામાં કોંગ્રેસને ટેકો આપવો નિકુલ તોમરને એજન્ટ તરીકે જાહેર કર્યા છે.

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ NCP એકલા હાથે લડવાની તૈયારી કરી રહી છે. જયંત બોસ્કીએ વધુમાં જણાવેલ કે, વિધાનસભા અને લોકસભામાં ગઠ બંધન કરીશું જો કોઈ પાર્ટીના વહિપની ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ બોસ્કીએ જણાવેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS