કોરોનાના ખરાબ સમયમાં પણ સારી શરૂઆત થઈ શકે છે: વાંચો એક 91 વર્ષના મહિલાની નવી શરૂઆત વિશે

  • December 05, 2020 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાકાળમાં, લોકડાઉનથી માણસની જીવન શૈલીમાં ભારેખમ ફેરફારો થયા છે.  આ દર્દનાક સમયમાં પણ માનવતાના એવા કાર્યો ઊડીને આંખે વળગી ગયા છે જે અન્ય માટે જીવવામાં પ્રેરણારૂપ બને છે. જે આપણે સ્વકેંદ્રીથી પરકેન્દ્રી બનાવે છે. આવું જ એક કાર્ય ૯૧ વર્ષની વિદેશી મહિલા લુઇસ કાર્ટરે કર્યું છે.

 

કોઈ યુવાન વ્યક્તિ સેવા કાર્ય કરે તેમાં નવાઈ નથી પરંતુ જ્યારે પોતાને જ અન્યની મદદ ની જરૂર પડતી હોય એવી ઢળતી ઉંમરે જો કોઈ વ્યક્તિ અન્ય માટે જીવે કે અન્ય વ્યક્તિને પ્રેરણા થાય એવું જ જીવે એ હંમેશાં જન્ય અને આદર્શ બની જતું હોય છે.

 

લુઇસ કાર્ટર એક રિટાયર્ડ ઓંકોલોજિસ્ટ નર્સ સ્પેશ્યાલિસ્ટ છે. કોરોના મહામારી પહેલા તેઓ પાર્ટી અને રિટાયરમેન્ટ સેન્ટરમાં ગિફ્ટ કરવા માટે કેપ બનાવતા હતા. પરંતુ લોકડાઉનમાં તેનો આ શોખ અધુરો રહી ગયો. જો કે ઘરમાં બેસીને લુઇસ કાર્ટરે સમય વેડફવાને બદલે ઊનની ટોપી ગૂંથવાનું શરૂ કર્યું અને ઘણી બધી રંગબેરંગી મોટી સાઇઝની ઊનની ટોપી બનાવી.  હવે જ્યારે લોકડાઉન ખુલ્યું છે ત્યારે આ બધી જ ટોપીઓ સ્કૂલના બાળકોને વેચી રહ્યા છે.

 

આ બાબતે લુઇસ કાર્ટરનું કહેવું હતું કે લોકડાઉન પહેલા સ્કૂલમાં બાળકોને મદદ કરતા પરંતુ કોરોનાના કારણે તે બાળકોને મદદ પણ નથી કરી શકતા અને ડોનેશન માટે વધુ ધનરાશિ પણ જમા કરાવી શકે એમ નહોતા. આથી તે જાતે જ પોતાના હાથથી ગુથેલી ઊનની ટોપીઓ બાળકોના આપવાનું નક્કી કર્યું.  કહેવાય છે કે એક દરવાજો બંધ થાય ક્યારે સો બારીઓ ખુલતી હોય છે. આપણા નજર અને નજરિયાની જરૂર હોય છે.  કોરોના મહામારી જેવા કપરા સમયમાં પણ જેઓ  હાર્યા નથી  અને કઈંક નવું કરી બતાવ્યું છે,  અન્ય માટે વાસ્તવિક પ્રેરણામૂર્તિ બની ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS