અનિલ અંબાણી માટે વધુ એક ખરાબ સમાચાર, રિલાયન્સ હોમ ફાઇનાન્સ થયું ડિફોલ્ટર

  • March 07, 2021 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (આરએચએફએલ) એ શનિવારે કહ્યું હતું કે તેણે પંજાબ અને સિંધ બેંકની 40 કરોડ રૂપિયાથી વધુની ચુકવણી પર ડિફોલ્ટ કર્યો છે. કંપનીએ કહ્યું કે તેની પાસે પૂરતી રોકડ રકમ હોવા છતાં પણ આ ડિફોલ્ટ થયો હતો, કારણ કે કોર્ટના આદેશને કારણે તે તેનો ઉપયોગ કરી શકતી નથી. 15 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ અનિલ અંબાણી નિયંત્રિત રિલાયન્સ કેપિટલની પેટાકંપની લોન ચુકવણીમાં ચૂક કરી.  કંપની 40 કરોડ રૂપિયાની લોન અને 15 લાખ રૂપિયાનું વ્યાજ સમયસર પરત કરી શક્યું નથી.

કંપનીએ શેર બજારોને જણાવ્યું હતું કે તેણે પાંચ વર્ષના ગાળા માટે પંજાબ અને સિંધ બેંક પાસેથી 9.25 ટકાના દરે 200 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેણે કહ્યું હતું કે તેમની પાસે નેટ કેશમાં 1,500 કરોડ રૂપિયાથી વધુ છે. જો કે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા 20 નવેમ્બર 2019નાં આદેશને લીધે, તે આ સંપત્તિનો ઉપયોગ કરી શકશે નહીં. કંપનીની વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પર રૂ.4,358.48 કરોડ બાકી છે. કંપની પર કુલ આર્થિક બોજ 13,126 કરોડ છે જેમાં લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની લોન શામેલ છે. આ સિવાય 28 ફેબ્રુઆરી 2021 સુધી આ લોન પર વ્યાજ પણ શામેલ કરવામાં આવ્યો છે.

આ પહેલા રિલાયન્સ કેપિટલ અગાઉ કન્વર્ટ થનાર ડીર્બેચર માટે વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ ગયું હતું. 21 ફેબ્રુઆરીએ વ્યાજ ચૂકવવાનું હતું, જે કંપની ચૂકવી શક્યું નથી. આ સતત 49મી વખત હતું જ્યારે રિલાયન્સ કેપિટલ થઇ. 

કંપની પર કુલ આર્થિક બોજો 20511 કરોડ રૂપિયા છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થયા છે અને કંપનીને આ ક્વાર્ટરમાં કુલ 4018 કરોડનું નુકસાન થયું છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં, કંપનીનું કુલ નુકસાન ફક્ત 135 કરોડનું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS