બિગ બોસની ટ્રોફી સાથે આટલા લાખની રકમ પોતાનાં નામે કરી રૂબીનાએ

  • February 22, 2021 09:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી અભિનેત્રી રૂબીનાએ બિગ બોસ 14ની ટ્રોફી જીતી લીધી છે. રુબીના બિગ બોસની સૌથી પ્રબળ દાવેદાર હતી અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ અભિનેત્રી આ સિઝનમાં વિજેતા બનશે. ગઈકાલે બિગ બોસની ફાઇનલ થઈ હતી અને રાહુલ વૈદ્યને હરાવીને રુબીનાએ આ સિઝનમાં જીત મેળવી હતી.

આ ટ્રોફીની સાથે જ રૂબીના ગઈકાલે 36 લાખની ઇનામ રકમ જીત્યા બાદ ઘરે પહોંચી હતી. ફિનાલે દરમિયાન તેના પતિ અભિનવ શુક્લા પણ હાજર હતા. અભિનવ અને રૂબીનાએ એક સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ અભિનવ ફાઈનલના થોડા દિવસ પહેલા જ બહાર થયો હતો.

બિગ બોસના ઘરે રૂબીનાની સફર ખૂબ જ પડકારજનક હતી. બાકીના સ્પર્ધકોએ તેણીને ઘરમાં પ્રવેશતાની સાથે જ રીજેક્ટ કરી, પરંતુ તે ટકી રહી. સલમાન ખાન સાથે એક વખત તેની દલીલ પણ થઈ હતી પણ આ અભિનેત્રીએ હાર માની ન હતી. શો દરમિયાન સ્પર્ધકોએ તેની પર ઘણી આંગળીઓ ઉઠાવી હતી. કોઈએ તેને કડક શિક્ષક અને કોઈએ તેને વર્ચસ્વ ડોમિનેટિંગ કહી. ખાસ કરીને દર વખતે આ મુદ્દે રાહુલ વૈદ્ય સાથે તેની દલીલ થતી હતી. ઘરે તેનો સૌથી મોટો ઝઘડો રાહુલ વૈદ્ય સાથે હતો. અને ફાઇનલમાં બંને વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી હતી. આખરે, આ અભિનેત્રીએ બિગ બોસની ટ્રોફી પોતાના નામે કરી.

અભિનવ અને રૂબીના આ ઘરમાં જતા પહેલા તેમના લગ્ન જીવનથી અલગ થવા માંગતા હતા. બંનેનો સંબંધ સારો નહોતો. આ ઘરમાં સાથે રહેતા પછી બંનેને સાથે રહેવાનું નવું કારણ મળ્યું. થોડા દિવસો પહેલા રુબીના અને અભિનવે નક્કી કર્યું હતું કે ઘરની બહાર આવ્યા પછી બંને તેમના સંબંધોને બીજી તક આપશે. બંને સ્ટાર્સે કહ્યું છે કે તેઓ લગ્ન પણ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS