SEBI આપ્યો આદેશ એટીએમ એગ્રો સનસાઇન એગ્રો બેંકના ડિમેટ ખાતા થશે જપ્ત

  • November 25, 2020 09:54 PM 387 views

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા SEBIe  21 કરોડ રૂપિયા વસૂલવા માટે એટીએમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને સનસાઈન એગ્રો ઇન્ફ્રા અને તેમના નિર્દેશકોના બેન્ક એકાઉન્ટ, શેર  અને મ્યુચ્યુઅલ ફંડમાં હિસ્સેદારી ને જપ્ત કરવાના આદેશ આપ્યા છે.

 

SEBI દ્વારા 2016માં આપવામાં આવેલા આદેશો છતાં પણ તે સમયે કંપનીઓ રોકાણકારોની મૂડી પરત કરવામાં અસફળ રહેવા બાબતે બંને કંપનીઓ સામે વસુલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

 

ઉલ્લેખનીય છે કે બંને કંપનીઓએ સાર્વજનિક નિગમના નિયમોનું પાલન કર્યા વગર જ રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કર્યા હતા. એટીએમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આરપીએસ જારી કરીને એનસીડીના માધ્યમથી પૈસા એકત્રિત કર્યા હતા.

 

SEBI અનુસાર કંપનીએ 300 રોકાણકારોને આરપીએસ જારી કરીને રૂપિયા 5.62 કરોડ એકત્રિત કર્યા હતા. આ રકમ વર્ષ 2011-12 અને વર્ષ 2012-13 દરમિયાન એકત્રિત કરવામાં આવી હતી. જ્યારે સનસાઇન એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચરે વર્ષ 2012-13 દરમિયાન રોકાણકારોને આરપીએસ જારી કરીને ભંડોળ એકત્રિત કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application