રાજકોટમાં ફિલ્ડમાર્શલ ગ્રુપના સ્વ.છગનભાઇ કણસાગરાના ધર્મપત્ની સવિતાબહેનનું કોરોનાથી નિધન

  • May 06, 2021 03:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં જાણીતા ફિલ્ડમાર્શલ ગ્રુપના સ્વ.છગનભાઈ નરશીભાઈ કણસાગરાના ધર્મપત્ની સવિતાબેન છગનભાઈ કણસાગરાનું આજે એટલે કે બુધવારે રાજકોટની બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે કોરોના બીમારીના લીધે દુઃખદ અવસાન થયેલ છે.

 

 

સૌરાષ્ટ્રમાં ફિલ્ડમાર્શલ ગ્રુપના મોભી પોપટભાઈ નરશીભાઈ કણસાગરાના તેઓ ભાભી થાય. 90 વર્ષના સવિતા બહેન તેમના  બે પુત્રો અરવિંદભાઈ અને રમેશભાઈ તેમજ કણસાગરાના પરીવારને વિલાપ કરતા છોડી ગયા છે. કોરોનાને લીધે છેલ્લા ૧૫ દિવસથી તેમની સારવાર ચાલતી હતી. આજ બપોરે ૨ વાગ્યે કોરોના સામેની જંગમાં હાર સ્વીકારીને અંતે સવિતા બહેને અંતિમ શ્વાસ લીધાં હતાં. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS