કાલે ભાવિકોની ગેરહાજરીમાં ભવનાથદાદાને ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળો

  • March 06, 2021 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરવા ગિરનારની ગોદમાં આવતીકાલે રવિવારે મહા વદ નોમના શુભ દિવસે પ્રવાસીઓની ગેરહાજરી તથા સંતો મહંતોની રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં જ ભવનાથ ખાતે ધ્વજારોહણ સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે.


ગરવા ગિરનારની ગોદમાં મહા વદ નોમના શુભ દિવસથી દર વર્ષે ધામધૂમ પૂર્વક ભાવભેર ધ્વજારોહણ સાથે જ મહા શિવરાત્રીના મેળાનો શુભારંભ કરવામાં આવતો હતો પરંતુ આ વર્ષે મહા શિવરાત્રિના મેળાને કોરોનાવાયરસનું ગ્રહણ હોય તેમ ફક્ત અને ફક્ત સંતો-મહંતોની ઉપસ્થિતિ અને પ્રવાસીઓના પ્રવેશ  પ્રતિબંધના ફરમાન વચ્ચે આવતીકાલે ભવનાથ મંદિર ખાતે સવારે સંતો મહંતો દ્વારા ધ્વજારોહણ કરી હર હર મહાદેવ, જય ભવનાથ, જય ગિરનારી નો નાદ ગુંજી ઉઠશે. દર વર્ષે પાંચ દિવસીય મેળામાં પાંચ લાખથી વધુ ભાવિકો ની ઉપસ્થિતિમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પરંતુ આ વર્ષે આ ઉજવણીને કોરોના નું ગ્રહણ લાગતાં વહીવટીતંત્ર તથા સંતો મહંતોએ સંયુક્ત મિટિંગ બોલાવી મહાશિવરાત્રીના મેળા ફક્ત સંતો મહંતો પૂરતો જ ઉજવવાનું તેમજ મેળામાં ભાવિકોને ભવનાથ તળેટીમાં જ પ્રવેશવા ન દેવાનો નિર્ણય લેવામાં આવ્યો તો બીજી તરફ મંદિર ખાતે ધ્વજારોહણ, ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે પારંપરિક રવેડી અને મૃગીકુંડમાં સ્નાનની પરંપરા જળવાઈ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ આવશે ભાવિકો વગરની મહાશિવરાત્રિના મેળાની ઉજવણીને લઇ ભવનાથ વિસ્તારમાં ભાવિકોને અનુપસ્થિતિને લઇ વિસ્તારમાં સોપો પડી ગયો છે.

હરિદ્વારમાં કુંભમેળો યોજાય તો જૂનાગઢમાં મિનિ કુંભમેળો કેમ નહીં!
જૂનાગઢમાં પારંપારિક યોજાતા બે મેળાઓમાં એક લીલી પરિક્રમા અને બીજો મહાશિવરાત્રીનો મેળો હોય છે લીલી પરિક્રમાનો મેળો આ વર્ષે કોરોના મહામારીને કારણે રદ કર્યો તો બીજી તરફ આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો પણ કોરોનાના બહાના હેઠળ તંત્ર દ્વારા ફક્ત સંતો મહંતો માટે જ અને ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય વચ્ચે યોજવાનો અનોખો નિર્ણય લેવાયો જોકે આ નિર્ણયને પગલે સાધુ સંતોમાં પણ કચવાટ વ્યાપ્યો છે તો બીજી તરફ ભવનાથના વેપારીઓ ઉપરાંત શહેરીજનો દ્વારા પણ આવા નિર્ણયને લઈ કચવાટ વ્યાપ્યો હતો.


શહેરીજનો તથા સંતો મહંતોએ મેળામાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ પર ઉઠાવેલા પ્રશ્નમાં જણાવ્યું હતું કે જો કુંભમેળો થાય તો મીની કુંભ મેળો ન થાય તો બીજી તરફ તંત્ર દ્વારા કોરોનાવાયરસ ના ગ્રહણ નું બહાનું દેવામાં આવે છે તો ચૂંટણીઓમાં આડેધડ જોવા મળતી મેદની આ વખતે તંત્રને કોરોનાવાયરસ સામે અંધાપો આવી ગયો હતો એવા પ્રશ્ન સાથે ના શિવરાત્રી ના મેળા ને ફક્ત અને ફક્ત સંતો મહંતો પૂરતો જોવાને લઈ સંતોમાં પણ કચવાટ વ્યાપ્યો છે. ભવનાથ વિસ્તારનાં વેપારીઓનો ઉગ્ર વિરોધ મહાશિવરાત્રીના મેળા ને આ વખતે ભાવિકોના પ્રતિબંધ વચ્ચે ઉજવવા ને લઇ ખાસ કરીને ભવનાથ વિસ્તારનાં વેપારીઓ ને લઈ આવક થતી હતી તે આ વખતે પ્રવાસીઓના પ્રતિબંધને લઈને મોટી નુકશાની પણ સહન કરવી પડશે જેને લઇને પણ વેપારીઓ દ્વારા પણ ભવનાથ મેળા ને પારંપરિક રીતે જ પ્રવાસીઓની હાજરીમાં ઉજવવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. આ વર્ષે સંતો મહંતોની ઉપસ્થિતિમાં જ સાદાઈ પૂર્વક ધ્વજારોહણ કરાશે તો મહાશિવરાત્રી દિવસે નાગા સાધુઓની રવાડી, અને મૃગી કુંડમાં સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ કરાશે ત્યારે મેળામાં આશ્રમમાં દર વર્ષે થતા ભજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ લોક ડાયરો હાસ્ય કલાકાર રમઝટ જેવા કાર્યક્રમો યોજાવાના ન હોવાને લઇ મેળો ફક્ત ઓપચારિક જ બની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS