હળવદ પંથકમાં શિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

  • March 12, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇ.સ.૧૪૮૮ સવંત ૧૫૪૪ ના મહાવદ તેરસ શિવરાત્રી ને સોમવારે હળવદ  ગામનો  પાયો રાજા રાજોદરજીએ નાખ્યો હતો.હેપી બર્થ ડે ટુ હળવદ આજે ૫૩૩ વર્ષનું થયું. જોગાનુજોગ ૫૩૩ વર્ષ પહેલા શિવરાત્રીના પાવન દિવસે હળવદ ની સ્થાપના થઇ હતી. ઝાલાવાડ ની બંજર ભૂમિ પર આવેલું હળવદ કંઇક અનોખો ઇતિહાસ ધરાવે છે. ઐતિહાસિક શિવાલઈ નો ગઢ એટલે હળવદ અનેક શિવાલયો અને સુરાપુરા ની ખાંભીઓ પાળીયાઓ. અને છત્રિયો ના કારણે હળવદ છોટા કાશી તરીકે દેશ વિદેશમાં નામના મેળવી ચૂક્યું છે  *છોટા કાશી*  તરીકે પ્રખ્યાત છે. હળવદ ના લાડુ અને ભૂદેવો પ્રસિદ્ધ છે. 


મહાશિવરાત્રી પાવન પર્વની હળવદ પંથકમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં વિવિધ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો ૨૧ કુંડી મહાયજ્ઞ.મહાઆરતી.ભાગનો પ્રસાદ. મહિનમના પાઠ. સંકીર્તન. ભજન.જેવા વિવિધ  આયોજન કરવામાં આવ્ય હતા.હળવદના વિવિધ શિવાલયઓ મહાશિવરાત્રી ના ભગવાન ભોળાનાથને રિઝવવા દૂધ મધ શેરડીનો રસ ચોખા ધી તલ બિલ્લીપત્ર-પુષ્પ એવા જુદા જુદા ૧૩ દ્રવ્યોથી મહાદેવને અભિષેક કરવા  વહેલી સવારથી  ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પંડીયો હતો. હળવદ હાઇવે પર સ્થિત પૌરાણિક શિવાલય સ્થાપત્યનું પ્રતીક એટલે ઝાલાવાડનું મીની સોમનાથ ગણાતું  વૈજનાથ મહાદેવ મંદિર. ધરતી પર સ્વર્ગ ની  અનુભૂતિ કરાવતું શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર. ભવાની ભૂતેશ્વર મહાદેવ. કાશી વિશ્વનાથ મહાદેવ. ભીડભંજન મહાદેવ. ગૌલકેશ્વર મહાદેવ. નીલકંઠ મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવ. જાગનાથ મહાદેવ. રામેશ્વર મહાદેવ. હાટકેશ્વર મહાદેવ. સપ્તેશ્વર મહાદેવ. ગંગેશ્વર મહાદેવ. વગેરે શિવાલયોમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ભારે ભીડ જોવા મળી હતી.ગલીએ ગલીએ મોહલે મોહલે  શિવ મંદિરો શિવ નાદથી ગુંજી ઉઠ્યા હતા શિવાલયોમાં બીલીપત્ર ચડાવવા જલાભિષેક કરવા પૂજા અર્ચન કરવા દિવસ દરમિયાન શિવાલયો શિવ નાદથી ગુંજી ઉઠયા હતા.વિવિધ શિવાલયોની મહાદેવની પાલખીયાત્રા વાજતે ગાજતે શહેરમાં નીકળી હતી. 


હળવદ એ બ્રહ્મ દેવોની નગરી અને નગરીમાં ચારેબાજુ દેવાધિદેવ મહાદેવના નાના-મોટા શિવાલયો ચારેબાજુ  આવેલા છે હળવદ અને હળવદ ની બહાર વસતા હળવદીઓ  માતૃભૂમિનું ઋણ અદા કરવા શિવરાત્રિના પાવન પર્વે શિવ ની કૃપા મેળવવા હળવદ આવે છે. સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. શિવાલયોમાં શિવભક્તોની માનવ મહેરામણ ઉમટી પડયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS