રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રીગણેશ

  • February 25, 2021 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજથી નવા ઘઉંની  આવકના શ્રીગણેશ થયા છે.વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રવિ પાકની સિઝનના પ્રારંભે આજે નવા ઘઉંમાં અંદાજે ૫૦૦૦ બોરીની આવક થઈ હતી.

હવે દિવસ-દિવસે ઘઉંની આવક વધશે અને માર્ચ મહિનાના પ્રારંભથી પુરજોશમાં આવક શરૂ થશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઘઉં સહિતની તમામ જણસોમાં ખુબ સારા ભાવ મળી રહ્યા હોય ખેડૂતો રાજકોટ માર્કેટ યાર્ડમાં જ માલ વેચવાના આગ્રહી બન્યા છે.
દરમિયાન વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, નવા ઘઉં ઉપરાંત રવિ પાકમાં નવા ધાણા, નવા ચણા, નવું જીરૂ સહિતની પણ પુષ્કળ આવકો થઈ રહી છે. ધાણા, જીરૂ અને ચણામાં તો વારંવાર આવક બંધ કરવી પડે છે. જો કે ઉપલબ્ધ જથ્થાનો નિકાલ થયા બાદ તુરંત જ આવક શરૂ કરી દેવાય છે. આવક સામે લેવાલી પણ ખુબ સારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS