મોરબીમાં કુરિયરના ગોડાઉનમાં તસ્કરોના ધામા, ૪.૩૪ લાખની ચોરી

  • June 03, 2021 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના પંચાસર રોડ પર કુરિયર માટે ગોડાઉન ભાડે રાખેલ હોય જે ગોડાઉનનું શટર અજાણ્યા ઇસમેં ચાવી વડે ખોલીને ટેબલના ખાનામાંથી કુરિયર પાર્સલ, ઓફીસ ખર્ચ અને કલેક્શનના રોકડ મળીને ૪.૩૭ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ કચ્છના પરજાવ ગામના રહેવાસી અને હાલ કાલીકા પ્લોટ પાસે આવેલ શિવ સોસાયટી નર્મદા હોલ સામે રહેતા દિગ્વીજયસિંહ જીવણસિંહ રાઠોડ (ઉવ.૩૧) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે કુરીયરના વ્યવસાય સાથે જોડાયેલ હોય  તેનું ફીગેટ લોજીસ્ટીક પ્રા.લી કંપની વડોદરા વાળાનું ઓનલાઇન કુરીયર માટે પંચાસર રોડ અવધ ડેરી વાળી શેરી આશાપુરા કોપ્લેકસમાં આવેલ નવઘણભાઇ ડાભીનું ગોડાઉન ભાડે રાખેલ છે તે ગોડાઉનના શટરનુ કોઇ અજાણ્યા ઇસમે ચાવી વડે તાળું ખોલી અંદર પ્રવેશ કરી ગોડાઉનની અંદર રાખેલ ટેબલના ખાનાનો લોક તોડી ખાનામાં રાખેલ રોકડા રૂપીયા ૪,૩૭,૦૦૦ ચોરી કરી ગયેલ છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ એ ડીવીઝન પી આઈ ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS