શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હરાવ્યું, શ્રીલંકાએ શ્રેણી જીતી

  • July 29, 2021 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રીજી T-20 શ્રેણીમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હરાવ્યું. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક મેચ આજે કોલંબોનાં આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઈન્ડિયન ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને શ્રીલંકાને 82 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં શ્રીલંકાએ 14.3 ઓવરમાં 82 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ સાથે જ શ્રીલંકાએ T-20 શ્રેણી પર કબ્જો કર્યો હતો. બંને ટીમ વચ્ચે 3 મેચની શ્રેણીમાં 2-1 થી શ્રેણી જીતી. શ્રીલંકન બોલર વનિંદુ હસરંગાએ પોતાના જન્મ દિવસે 9 રન આપી 4 વિકેટ લીધી હતી. 
 

શ્રીલંકા સામે ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર

 

ત્રીજી T-20માં ઈન્ડિયન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 81 રન કરી શકી છે. આ ઈન્ડિયાનો શ્રીલંકા સામે સૌથી ઓછો સ્કોર પણ છે. આની પહેલાના લોએસ્ટ સ્કોરની વાત કરીએ તો એ 2016માં પૂણેમાં ઈન્ડિયન ટીમે શ્રીલંકા સામે બનાવ્યા હતો. ત્યારે ટીમ 18.5 ઓવરમાં 101 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જે મેચને શ્રીલંકાએ સરળતાથી 5 વિકેટે જીતી લીધી હતી.

 

કેપ્ટન ધવન 0 રનમાં આઉટ

 

કેપ્ટન ધવન 0 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ચમિરાની પહેલી ઓવરનાં ચોથા બોલ પર શિખર ધવને આઉટ સાઇડ ઓફ સ્ટમ્પ પર પુશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેટની એડ્જ લઇને બોલ સીધો વિકેટ કીપરના હાથમાં ગયો હતો.

 

શ્રીલંકન કેપ્ટનનો ફ્લાઇંગ કેચ, રાણા પેવેલિયન ભેગો

 

9મી ઓવરના છેલ્લા બોલ પર નીતીશ રાણા સોફ્ટ હેન્ડથી બોલને ગાઇડ કરવા જતા આઉટ થયો હતો. આ ઓવર શ્રીલંકન કેપ્ટન દસુન શનાકા કરી રહ્યો હતો, જેને ફોલો થ્રુ પર ડાઇવ મારી નીતીશ રાણાનો કેચ પકડ્યો હતો. નીતીશ રાણાના આઉટ થવાની સાથે ઈન્ડિયન ટીમના તમામ બેટ્સમેન 36 રનમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

 

બંને ટીમ

 

ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડ્ડિકલ, સંજૂ સેમસન (વિકેટ કીપર), નીતીશ રાણા, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ચેતન સાકરિયા, સંદીપ વોરિયર, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી

 

શ્રીલંકાઃ દસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટ કીપર), ધનંજય ડિસિલ્વા, સદીરા સમરવિક્રમા, રમેશ મેન્ડિસ, વાનિંદુ હસરંગા, ચમિકા કરુણારત્ને, પાથુમ નિસાંકા, અકિલા ધનંજય અને દુષ્મંથા ચમિરા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS