કોરોના વોર્ડમાં નબળા ગ્લોઝ મામલે સ્ટાફનો વિરોધ પ્રદર્શિત કરાયો

  • May 14, 2021 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની કોવીડ હોસ્પિટલમાં ગઇકાલે સાંજના અરસામાં ફરજ પર આવતા તમામ નર્સીંગ સ્ટાફને નબળી ગુણવતાવાળા ગ્લોઝ ફાળવવામાં આવ્યા હતા, કર્મચારીઓ દ્વારા આ ગ્લોઝ હાથ પહેરતાની સાથે જ તૂટી જતા હોવાથી કર્મચારીઓમાં ભારે આક્રોશ પ્રસરી જવા પામ્યો હતો. આ અંગે સ્થાનિક અધિકારીને રજૂઆત કરવામાં આવ્યા પછી પણ નબળી ગુણવત્તાવાળા ગ્લોઝને બદલવા નહીં આવતા કર્મચારીઓએ હોસ્પિટલની બહાર નીકળી ગયા હતા. ફરજ પર કામ નહીં કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જેના પગલે ભારે અફરા તફરી મચી જવા પામી હતી. કર્મચારીઓનો વિરોધ નિહાળી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદની અસરથી આ મામલે દરમ્યાનગીરી કરી ગ્લોઝ બદલી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોવીડ વોર્ડમાં આપવામાં આવેલા ગ્લોઝ દાતાઓ તરફથી આપવામાં આવ્યા હોવાનું અને આ જથ્થો તદ્દન નબળી ગુણવતાવાળો હોવાની બાબતો પ્રકાશમાં આવવા પામી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS