ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ, ખેલાડીઓએ કર્યુ માર્ચપાસ્ટ

  • July 23, 2021 09:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનો આજે પ્રારંભ થયો. કોરોના મહામારીને કારણે એક વર્ષ મોડેથી શરૂ થયેલા ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની થઈ. સામાન્ય રીતે ઓપનિંગ સેરેમની અને તમામ દેશના ખેલાડીઓની માર્ચપાસ્ટ ઓલિમ્પિક ગેમ્સના મુખ્ય આકર્ષણમાંથી એક હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે માત્ર 1000 ખેલાડી અને અધિકારી જ આ કાર્યક્રમમાં હાજર છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અનુમાન મુજબ વિશ્વભરમાં લગભગ 350 કરોડ લોકો ટીવી, સ્માર્ટફોન, લેપટોપ જેવા ડિવાઈસ પર ઓપનિંગ સેરેમનીનું પ્રસારણ જોઈ રહ્યાં છે.

 


ખેલાડીઓની માર્ચપાસ્ટ 1896માં થયેલા પહેલા સમર ઓલિમ્પિક ગેમ્સના આયોજક ગ્રીસના દળની સાથે શરૂ થઈ. જે બાદ રેફ્યુજી ખેલાડીઓની માર્ચપાસ્ટ થઈ. ખેલાડીઓએ માર્ચપાસ્ટમાં ભારતીય દળના 21માં નંબર પર આવ્યા. ભારતીય દળના માર્ચપાસ્ટમાં ખેલાડી અને અધિકારી મળીને 25 સભ્યો સામેલ રહ્યાં.


ઓપનિંગ સેરેમની દરમિયાન ત્રિરંગો પકડીને ચાલતા ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરીકોમ

 


આ વખતે ઓલિમ્પિકમાં લગભગ 11,238 ખેલાડીઓ 33 રમતોમાં 339 ગોલ્ડ માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ઓપનિંગ સેરેમનીમાં જાપાનના સમ્રાટ નારુહિતો પણ સામેલ થશે.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપનિંગ સેરેમની નિહાળી

 

 

કોરોનાથી જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી


ટોક્યો ઓલિમ્પિક સેરેમનીની શરૂઆત સામાન્ય ઓલિમ્પિક ગેમ્સથી બિલકુલ જ અલગ રહી. લગભગ ખાલી સ્ટેડિયમમાં સૌથી પહેલાં કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.


અમેરિકાની પ્રથમ મહિલા સ્ટેડિયમ પહોંચી


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્ની ઝિલ બાઈડન ઓલિમ્પિક સ્ટેડિયમ પહોંચી છે. અમેરિકાના 613 એથેલીટ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે.

 


ઓલિમ્પિકમાં જાતે જ મેડલ પહેરવાનો રહેશે


ઓલિમ્પિકમાં ભાગ લેનારા દરેક એથેલીટનું સપનું હોય છે મેડલ જીતવાનું. જીત મેળવ્યા બાદ એથેલીટને પોડિયમમાં મેડલ પહેરવામાં આવે છે. આ પ્રસંગ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ બની જાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે ટોક્યો ઓલિમ્પિકમાં આવું નહીં થાય. આ વખતે વિજેતા એથેલીટ પોતે જ પોતાના ગળામાં મેડલ પહેરવાનો રહેશે. સાથે જ મેડલ સેરેમની દરમિયાન એથેલીટના હાથ મેળવવા અને ગળે લાગવા પર પણ પ્રતિબંધ છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS