મ્યુકોમાયરોસિસની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા એમ્ફોટિસીરીન બીના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા અપાયો ઓર્ડર : અલગ બેડની વ્ય્વસ્થા કરાઈ

  • May 08, 2021 09:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને  શનિવારે મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી  દર્દીઓમાં  મ્યુકોમાયરોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ સમીક્ષા અને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ.કે દાસ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવી સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

 

 

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના  આરોગ્ય વિભાગ ને આ રોગ ના  નિયંત્રણ અને સારવાર  માટે  સંપૂર્ણ તકેદારી અને સજજતાથી સારવાર વ્યવસ્થાઓ તાકીદે ઊભી કરવા બેઠકમાં સૂચનાઓ આપી હતી. તેમજ રાજ્યમાં વધતા જતા મ્યુકોમાયરોસીસ રોગના નિયંત્રણ તેમજ આ રોગ થી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે મુખ્યમંત્રીએ આ બેઠકમાં કેટલાક  મહત્વના નિર્ણયો કર્યા છે.

 

 

સીએમરૂપાણીએ કરેલા આ નિર્ણયો અનુસાર  મ્યુકોમાયરોસીસ  રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરે છે. રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા મ્યુકોમાયરોસિસની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર  આપી દેવાયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોમાયરોસીસના આવા ૧૦૦થી વધુ જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં મ્યુકોમાયરોસિસના સંક્રમિતોની સારવાર માટે ૬૦-૬૦ બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને ૧૯ જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application