જો તમને ભ્રમ હોય કે કોરોના બીજી વાર નહીં થાય તો આ વાંચો : ચાર ચાર વખત કોરોનાને મ્હાત આપનારના મજબૂત મનોબળની વાત

  • May 08, 2021 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમને એવો ભ્રમ હોય કે તમને એક વાર કોરોના થઈ ગયો છે તો બીજી વખત થશે નહીં તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. કારણે અહીં એવા વ્યક્તિની વાત આલેખવામાં આવી છે જેને એક, બે નહીં પણ ચાર ચાર વાર કોરોના થયો છે તેને તેના મજબૂત મનોબળ વડે ચાર વખત કોરોનાને મ્હાત આપી છે. દક્ષિણ દિલ્હીના કોટલા મુબારકપુરમાં આવેલ ખેરપુર ગામના રહેવાસી છે. 37 વર્ષીય યોગેન્દ્ર બૈસોયાએ જણાવ્યું હતું કે તેમને એક બે વાર નહીં ચાર ચાર વાર કોરોના થયો છે. તેમ છતા તેમણે દરેક વાર જરા પણ હિંમત હાર્યા વગર કોરોનાને હરાવ્યો છે. આ સાથે તેમણે બીજાનો પણ જીવ બચાવવા માટે બેવાર તો પ્લાઝ્મા ડોનેટ કર્યું છે.

 

 

આ બાબતે યોગેન્દ્રએ તેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, તેનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો. ચોથી વાર જ્યાર હું કોરોના સંક્રમિત થયો ત્યારે નિશ્ચય કર્યો કે તે કોઈ કાળે હોસ્પિટલમાં જાઈશ નહીં અને ઘરે જ પોતાની સારવાર કરાવીશ. અને ચોથી વખત ઓક્સિજન સપોર્ટ વિના કોરોના સામે જીત મેળવી.

 

 

યોગેન્દ્રએ વધુમાં જણાવ્યું  હતું કે કોરોનાને હળવાશમાં ન લો અને નિયમોનું કડક પાલન કરો. માસ્ક સારી રીતે પહેરવું,  હાથ સાફ રાખવું અને સામાજિક અંતર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા ડોક્ટરની સલાહ લીધા પછી તરત જ પ્રથમ દિવસથી સારવાર શરૂ કરો અને પોતાને અલગ કરો. યોગ, પ્રાણાયમ, ઉકાળો, વરાળ, આયુર્વેદિક દવાઓ વગેરે જેવા તમામ ઉપાયો કરવા જરૂરી છે. ઉપરાંત પોતાને સકારાત્મક રાખવા, નકારાત્મક સમાચારોથી દૂર રહેવું અને પરિવાર સાથે સમય વિતાવવા, મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે તમને રોગમાંથી ઝડપથી સ્વસ્થ થવાની શક્તિ આપે છે.

 

 

યોગેન્દ્રએ ઉમેર્યુ હતું કે તેને કોરોના થયો ત્યારે તેનો પરિવાર ખૂબ ચિંતિત હતો. હું એમએનસીમાં નેટવર્ક સિક્યુરિટી એન્જિનિયર છું. મારા પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની અને બે બાળકો છે. મારી પત્ની પણ તેમની સાથે તેમની જ કંપનીમાં કામ કરે છે. કોરોના દરમિયાન તેઓ સ્વસ્થ થઈને તાજી હવા અને સ્વચ્છ અને સલામત વાતાવરણ માટે પોતાની પત્ની અને બાળકો સાથે ફરીદાબાદના બુઆપુર ગામમાં પોતાના સાસરે પહોંચ્યા હતા. જ્યાંનું વાતાવરણ જોઈને તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા, કારણ કે ત્યાં તમામ લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન દિલ્હી કરતા પણ વધુ સારી રીતે કરી રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS